તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • 35 Stab Wounds To Death In Jetalsar, Kill My Child, Hardik Patel Wrote A Letter To The State Home Minister, Prove The Holy Word Of Satyamev Jayate

હત્યાના પડઘા:જેતલસરમાં છરીના 35 ઘા મારી સગીરાની હત્યા, હાર્દિક પટેલે રાજ્ય ગૃહમંત્રીને પત્ર લખ્યો, સત્યમેવ જયતેના પવિત્ર શબ્દને સાબિત કરો

જેતપુર3 મહિનો પહેલા
  • આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે એવી પણ માંગ ગ્રામજનોએ કરી

જેતપુર તાલુકાના જેતલસર ગામે એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીના ઘરે જઈ છરીના આડેધડ 35 ઘા મારી તેની હત્યા નીપજાવી હતી. આ મામલે કોંગ્રસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને પત્ર લખીને આરોપીને કડક સજા કરવા માંગ કરી છે. તેમજ લખ્યું છે કે સત્યમેવ જયતેના પવિત્ર શબ્દને સાબિત કરો. ઉલ્લેખનીય છે કે આ મામલે જેતલસર ગામના ગ્રામજનોએ પણ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનો એકત્ર થઈ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે અને કડકમાં કડક સજા ન કરવામાં આવે ત્યાં સુધી તરુણીનો મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કર્યો હતો.

સત્યમેવ જયતેના પવિત્ર શબ્દને સાબિત કરો
આ અંગે હાર્દિક પટેલે પત્રમાં જણાવ્યું હતું કે, જેતલસર ગામની દીકરી સૃષ્ટિ કિશોરભાઈ રૈયાણી ઉપર અસામાજિક લુખ્ખા તત્વ દ્વારા છરીઓના ઉપરા છાપરી ઘા ઝીંકી ક્રૂર હત્યા કરી અને દીકરીના ભાઈ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાથી સમગ્ર સમાજમાં ચિંતા અને અસુરક્ષાનું વાતાવરણ ઉભું થયું છે. આ ઘટનાને લઈને આરોપીનો કોર્ટમાં ઝડપથી કેસ ચલાવીને કડકમાં કડક સજા થાય તેવી માગણી છે. આ માત્ર એક સમાજની કે એક પરિવારની દીકરીની વાત નથી પરંતુ દરેક પરિવારમાં એક દીકરી, મા કે બહેન હોય છે. સમાજમાં રહેલા અમુક લુખ્ખાઓને પાઠ ભણાવવા માટે આ ગુનેગારને સજા થવી જ જોઈએ. સત્યમેવ જયતેના આ પવિત્ર શબ્દને સાબિત કરવામાં આવે.

દીકરીની તસવીર હાથમાં રાખી માતા રડી પડ્યા.
દીકરીની તસવીર હાથમાં રાખી માતા રડી પડ્યા.

આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે એવી પણ માંગ
ઘરની બહાર ઝસડીને જાહેરમાં સગીરાની હત્યા થતાં ગઈકાલે જેતલસર ગામે સ્વયંભૂ સવારથી જ દુકાનો બંધ રાખી ગ્રામજનોની બેઠક મળી હતી, જેમાં આરોપીની જાહેરમાં સરભરા કરી અને આકરામાં આકરી સજા કરવા માંગ કરી હતી. સગીરાના નાના ભાઈ પર પણ છરીના પાંચ ઘા માર્યા હતા. આ ઘટનાને લઇ જેતલસર ગામનાં ગ્રામજનો એકઠાં થયા હતા અને આવાં અવારા તત્વો સામે આકરામાં આકરાં પગલાં લેવાય એવી માંગ કરી હતી. બંધમાં સર્વ જ્ઞાતિના લોકો જોડાયા હતા અને એકઠા થયા હતા. ગામની અંદર આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે એવી પણ માંગ કરાઇ છે.

ગ્રામજનો એકઠા થઈ આરોપીનું સરઘસ કાઢવા માગ કરી.
ગ્રામજનો એકઠા થઈ આરોપીનું સરઘસ કાઢવા માગ કરી.

ઘરમાંથી ઢસડીને બહાર લાવી તરુણીની હત્યા કરી
હત્યાનો ભોગ બનેલી સૃષ્ટિ કિશોરભાઈ રૈયાણી (ઉં.વ.16) જેતપુર ગર્લ્સ સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી હતી, આથી આરોપી વારંવાર તેની પાછળ જઈને તેને હેરાનપરેશાન કરતો હતો. તરુણીએ તેને વારંવાર સમજાવ્યો, પરંતુ જયેશ ટસનો મસ થયો ન હતો. મંગળવારે બપોરના યુવતીના પિતા કિશોરભાઈ રવજીભાઈ રૈયાણી અને શીતલબેન કિશોરભાઈ મજૂરી માટે ગયાં હતાં, ત્યારે જયેશે સૃષ્ટિને ઘરમાંથી બહાર ઢસડીને કાઢી હતી અને તું મારી સાથે લગ્ન કર એવી જબરદસ્તી કરી હતી, આથી યુવતીએ વારંવાર ના પાડતાં તેને ઢોર માર માર્યો હતો. આટલેથી ન અટકી જયેશે સાથે રાખેલી છરી કાઢીને યુવતીને 35 ઘા માર્યા હતા, આથી તરુણી લોહીના ખાબોચિયામાં ઢળી પડી હતી.

જેતલસરના તમામ વેપારીએ દુકાન બંધ કરી વિરોધમાં જોડાયા.
જેતલસરના તમામ વેપારીએ દુકાન બંધ કરી વિરોધમાં જોડાયા.

ભાઈ બચાવવા વચ્ચે પડતાં આરોપીએ તેને પણ છરીના 5 ઘા ઝીંક્યા
આ જોઇ યુવતીનો ભાઈ હર્ષ બહેનને બચાવવા આડો પડ્યો હતો. ત્યારે આરોપીએ મોઢું જોયા વગર પાંચ છરીના ઘા તેને પણ ઝીંકી દીધા હતા. ઘટનાની જાણ થતાં યુવતીના પિતા કિશોરભાઈ રવજીભાઈ રૈયાણી પોતાની વાડીએથી ઘરે આવ્યા હતા અને પોલીસને જાણ કરી ત્યારે જેતપુર તાલુકા પોલીસ સ્થળ પર દોડી આવી મૃતકની ડેડબોડીને જેતપુર સિવિલ બાદ એફએસએલ પીએમ. માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે.

અન્ય સમાચારો પણ છે...