તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિલ્ડિંગમાં ચેકિંગ:35 હોટેલ, હાઇરાઇઝ બિલ્ડિંગ અને હોસ્પિટલને ફાયર સેફ્ટી મુદ્દે નોટિસ

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ટ્યુશન કલાસીસ બાદ હવે હાઇરાઇઝ બિલ્ડિંગમાં ચેકિંગ

ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના અગ્નિકાંડ બાદ ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગે હોસ્પિટલ અને ટ્યુશન કલાસિસમાં ફાયર સેફ્ટીનાં સાધનો અંગે ચેકિંગ શરૂ કર્યું હતું. હવે ફાયર વિભાગની ટીમે હાઇરાઇઝ બિલ્ડિંગ અને હોટેલમાં ચેકિંગ શરૂ કર્યું છે. 35 હોસ્પિટલ, હોટેલ અને હાઇરાઇઝ બિલ્ડિંગમાં ફાયરના સાધનોની પૂર્તતા કરવા નોટિસ આપવામાં આવી છે.

ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગે પુષ્કરધામ મેઇન રોડ પર પ્રદ્યુમન રોયલ હાઇટસની છ વિંગ્સ, રાજધાની ટાવર, વ્રજ પરિક્રમા, સાધુ વાસવાણી રોડ શિલ્પન ટાવરની બે વિંગ્સ, ભુપેન્દ્ર રોડ હોટેલ આદિત્ય, ઢેબર રોડ અપૂર્વ ગેસ્ટ હાઉસ, ભુપેન્દ્ર રોડ ઉપાસના હોટેલ, કનક રોડ હોટેલ એમ્પાયર ઇન, મુરલીધર ગેસ્ટ હાઉસ, હોટેલ ગોવર્ધન, હોટલ ક્રિષ્ના પેલેસ, આશીર્વાદ હોટેલ, હોટેલ, તેજ પેલેસ, પરેશ ગેસ્ટ હાઉસ, વિનય ગેસ્ટ હાઉસ, જયશ્રી ગેસ્ટ હાઉસ, ઢેબર રોડ અશોક ગેસ્ટ હાઉસ, જનકલ્યાણ સોસાયટી એસ્ટ્રોન ચોક અક્ષત ઓર્થોપેડિક હોસ્પિટલ, કોઠારિયા રોડ, ઠાકોરજી આર્કેડ લોટસ હોસ્પિટલ, ગાયત્રીનગર મેઇન રોડ, આશુતોષ હોસ્પિટલ, 80 ફૂટ રોડ સોરઠિયાવાડી સર્કલ રૂપારેલીયા હોસ્પિટલ, કુવાડવા રોડ સંજીવની હોસ્પિટલ, જામનગર રોડ ઓમકાર હોસ્પિટલ, જામનગર રોડ કડીવાર હોસ્પિટલ, 4 રણછોડનગર આનંદ હોસ્પિટલ, યાજ્ઞીક રોડ સેન્ટોસા હોટલ, કરણસિંહજી મેઇન રોડ શિવમ હોટલ, હોટલ પર્લ, કરણપરામાં હોટલ ભક્તિ, વાત્સલ્ય હોટલ સહિતનાને ફાયર એનઓસી માટે ઘટતા સાધનો ફીટ કરવા નોટિસ આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો