તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કન્ટેઇનમેન્ટ ઝોનમાં લટાર મારતા 34 મળ્યા

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહામારીના સંક્રમણને અટકાવવા માટે અનલોક-3ની ગાઇડલાઇન મુજબ કન્ટેઇનમેન્ટ ઝોનમાં આવતા લોકોને ઘરની બહાર નહીં નીકળવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. તેમ છતાં લોકો નિયમોનું ઉલ્લંઘન કરી બિન્દાસ ઘર બહાર આવી શેરી-ગલીઓમાં લટાર મારવા નીકળી પડી અન્ય લોકોની જિંદગી જોખમમાં મૂકી રહ્યાં છે. ત્યારે કન્ટેઇનમેન્ટ ઝોનના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે પોલીસ તંત્ર ફરિયાદ નોંધી કાર્યવાહી કરી રહ્યાં છે. પોલીસે શહેરના જુદા જુદા કન્ટેઇનમેન્ટ ઝોનમાં રહેતા અને નિયમોનું પાલન નહીં કરનાર 34 લોકો સામે આઇપીસી 271ની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. જેમાં એ ડિવિઝન, થોરાળા, ગાંધીગ્રામ અને તાલુકામાં 3-3 ગુના, ભક્તિનગર અને પ્રદ્યુમ્નનગરમાં 5-5 ગુના, જ્યારે માલવિયાનગરમાં 10 ગુના નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...