તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રાજકોટ LIVE:આજે એક પણ કેસ નોંધાયો નહીં,જસદણમાં બે મહિલા સંક્રમિત થતા આરોગ્ય વિભાગમાં દોડધામ

રાજકોટ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • 29 સાઇટ પર કોવિશીલ્ડનો પ્રથમ અને 3 સાઇટ પર બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે

રાજકોટ શહેર કોરોનામુક્ત બની રહ્યું છે. આજે એક પણ કેસ નોંધાયો નથી પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાએ માથુ ઉંચક્યું હોય તેમ જસદણના કનેસરા ગામમાં બે મહિલા સંક્રમિત થતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે. રાજકોટ શહેરમાં આજે 34 સેશન સાઇટ પર વેક્સિનેશનની કામગીરી થઇ રહી છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 42812 પર પહોંચી છે. જ્યારે અલગ અલગ હોસ્પિટલમાં 7 દર્દી સારવાર હેઠળ છે. તેમજ ગઇકાલે એક દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. શહેરમાં આજે બપોરે 1 વાગ્યા સુધીમાં કુલ 4012 લોકોએ કોરોના વેકસીન લીધ છે.

રાજકોટમાં વેક્સિનેશનની કામગીરી
રાજકોટ શહેરમાં ચાલી રહેલી વેક્સિનેશનની કામગીરી અંતર્ગત આજે શહેરમાં 29 સેશન સાઈટ પર કોવિશીલ્ડ રસી આપવામાં આવી રહી છે. તેમજ 2 સેસન સાઈટ પર કોવેક્સિન રસીનો માત્ર બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. જે નાગરિકોએ કોવેક્સિન રસી લીધાના 28 દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો કોવેક્સિન રસીનો બીજો ડોઝ લઇ શકશે. તેમજ જે નાગરિકોએ કોવિશીલ્ડ રસી લીધાના 84 દિવસ થઇ ગયા હોય તેવા નાગરિકો કોવિશીલ્ડ રસીનો બીજો ડોઝ લઇ શકશે.

29 સાઈટ પર કોવિશીલ્ડ રસી આપવામાં આવી રહી છે
1) સિવિલ હોસ્પિટલ
2) પદ્મકુંવરબા હોસ્પિટલ
3) શ્યામનગર આરોગ્ય કેન્દ્ર
4) ચાણક્ય સ્કૂલ- ગીત ગુર્જરી સોસાયટી
5) નંદનવન આરોગ્ય કેન્દ્ર
6) નાનામવા આરોગ્ય કેન્દ્ર
7) મવડી આરોગ્ય કેન્દ્ર
8) આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર
9) શાળા નં.28, વિજય પ્લોટ
10) સિટી સિવિક સેન્ટર- અમીન માર્ગ
11) સદર આરોગ્ય કેન્દ્ર
12) અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર
13) રામનાથપરા આરોગ્ય કેન્દ્ર
14) ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર
15) કાંતિભાઈ વૈદ્ય હોલ, હુડકો
16) શાળા નં.20 બી, નારાયણનગર
17) જંક્શન આરોગ્ય કેન્દ્ર
18) માધાપર આરોગ્ય કેન્દ્ર
19) રેલ્વે હોસ્પિટલ
20) મોરબી રોડ, કોમ્યુનિટી હોલ
21) ભગવતી પરા આરોગ્ય કેન્દ્ર
22) આદિત્ય સ્કૂલ– 32 (IMA આરોગ્ય કેન્દ્ર)
23) સરદાર સ્કૂલ, સંત કબીર રોડ
24) રામપાર્ક આરોગ્ય કેન્દ્ર
25) શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર
26) પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર
27) કોઠારીયા આરોગ્ય કેન્દ્ર
28) તાલુકા શાળા (BRC) ભવન
29) મોટા મવા ગ્રામ પંચાયત

2 સાઈટ પર કોવેક્સિન રસીનો બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે
1) માયાણી આવાસ ક્વાર્ટર આંગણવાડી, નાનામવા રોડ
2) શાળા નં.49 બી, બાબરીયા કોલોની, અયોધ્યા ચોક

3 સાઈટ પર કોવિશીલ્ડ રસીનો બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે
1) વેસ્ટ ઝોન ઓફિસ હોલ
2) ઇસ્ટ ઝોન ઓફિસ હોલ
3) મેસોનિક હોલ, ભૂતખાના ચોક

જસદણના કનેસરામાં બે મહિલા કોરોના પોઝિટિવ
જસદણ તાલુકાના કનેસરા ગામે રહેતી આશરે 30 વર્ષ આસપાસની બે મહિલાઓને થોડા વખતથી તાવ અને શરદીની તકલીફ હતી. બન્નેને ગઈકાલે કોરોનાના લક્ષણો જણાતા મહિલાના રેપીડ ટેસ્ટ કરાતા તે કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં દોડાધામ મચી ગઈ હતી. બન્ને મહિલાઓ કોરોના પોઝિટિવ આવ્યા બાદ છેલ્લા 10 દિવસમાં તેમના સંપર્કમાં આવેલા ગ્રામજનો અને તેમના પરિવારજનોના આરટીપીસીઆર કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...