• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • 34% Increase In Purchases In Gujarat And 49% Across The Country, Still 18% Work From Home; 2% Reduction In Retail Business, Museums, Theme Parks

કોરોના બાદ બજારમાં ખરીદીનો ટ્રેન્ડ:ગુજરાતમાં 34% અને દેશભરમાં 49% ખરીદી વધી, હજુ પણ 18% લોકો વર્ક ફ્રોમ હોમ; ​​​​​​​રિટેલ બિઝનેસ, મ્યુઝિયમ, થીમ પાર્કમાં 2%નો ઘટાડો

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કોરોના પહેલાંના આંકડાને આધાર ગણીને મળેલા મોબિલિટી ડેટામાં લોકોના જીવનમાં આવેલું પરિવર્તન જોવા મળ્યું
  • બજારો શરૂ થયા પછી સૌથી વધુ 92% લોકો બિહારમાં બહાર ફરી રહ્યા છે, જ્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટના ઉપયોગમાં 51% સાથે ચંદીગઢ પહેલું

દેશમાં માર્ચ 2020માં લોકડાઉન જાહેર કર્યા પછી લોકોના જીવનમાં ઘણું પરિવર્તન આવ્યું છે. હવે મોટા ભાગના લોકો માને છે કે જીવન પૂર્વવત થઈ ગયું છે, પણ હકીકતમાં જીવનમાં એવાં ઘણાં પરિવર્તનો આવ્યાં છે, જે હવે કદાચ કાયમી છે.

કોરોનાના સમયમાં લોકો વધારે ક્યાં જાય છે અને ક્યાં સૌથી વધારે ભીડ થાય છે એ જોવા માટે ગૂગલે મોબિલિટી ડેટા બનાવ્યો છે, જેમાં આધાર(બેઝલાઈન) તરીકે જાન્યુઆરી 2020થી ફેબ્રુઆરી 2020 એટલે કે કોરોના પહેલાંના સમયમાં લોકોની મૂવમેન્ટનો ડેટા ભેગો કરાયો છે, જે લોકોની પ્રી-કોવિડ જીવનશૈલી પર નજર કરે છે. આ ડેટાના આધારે 12 નવેમ્બરે જાહેર કરેલા રિપોર્ટમાં જોવા મળ્યું છે કે દેશમાં બેઝલાઈન કરતાં 49% વધુ લોકો મુખ્ય બજારો, મેડિકલ સ્ટોરમાં જોવા મળે છે, જ્યારે ગુજરાતમાં આ પ્રમાણ 34% છે.

બીજી તરફ, કોરોનાને કારણે વર્ક ફ્રોમ હોમ રહેતા ઘણા લોકો પોતાના કામના સ્થળે જતા નહોતા. જોકે હવે મોટા ભાગની ઓફિસો શરૂ થઈ ગઈ છે. આમ છતાં દેશમાં 8% અને ગુજરાતમાં 18% લોકો કામના સ્થળે જવા કરતાં વર્ક ફ્રોમ હોમને વધુ પસંદ કરે છે. આ ઉપરાંત લોકડાઉન બાદ લોકો ઘરમાં રહેવાને બદલે બહાર જ રહેશે એવી માન્યતા હતી, પરંતુ હવે તો લોકો પહેલાં કરતાં વધુ પોતાના ઘરે સમય ગાળવા મંડ્યા છે, જે મોબિલિટી ડેટા પરથી સાબિત થઈ ગયું છે.

મુખ્ય રાજ્યોની સમગ્ર દેશના ડેટા સાથે સરખામણી, દેશમાં 8% લોકો હજુ વર્ક ફ્રોમ હોમ અને ગુજરાતમાં 18%

સ્થળભારતગુજરાતરાજસ્થાનમધ્યપ્રદેશહરિયાણાપંજાબછત્તીસગઢમહારાષ્ટ્રઉત્તર પ્રદેશદિલ્હીચંડીગઢઝારખંડબિહાર
રિટેલ-2%-4%0.070.080.020.010.03-11%0.17-14%-11%0.050.26
બજાર, ફાર્મા0.490.340.560.510.380.420.550.470.770.250.210.670.92
બાગ-બગીચા0.070.010.140.14-8%-1%0.32-2%0.32-24%-34%0.240.59
જાહેર પરિવરન0.090.120.310.250.010.010.180.020.33-4%0.510.340.55
વર્કપ્લેસ-8%-18%0.010.04-6%-2%0.11-16%0.02-18%-13%-3%-10%
રેસિડેન્સિયલ0.080.050.070.080.060.020.070.10.060.060.030.070.02

સુરતમાં લોકો સૌથી વધુ સજાગ, રાજકોટમાં બિનધાસ્ત

સુરતમાં બેઝલાઈન મુજબના 37 % લોકો હજુ કામના સ્થળે જતા નથી અને ઘરેથી કામ કરે છે અથવા તો ત્યાંથી બીજા શહેર કે મથકમાં કામ માટે ગયા છે. આ ઉપરાંત જાહેર બજારોમાં ખરીદીના ટ્રેન્ડમાં માત્ર 9 જ ટકાનો વધારો છે જે દેશ અને રાજ્યની સરેરાશમાં ઘણો ઓછો છે. બીજી તરફ, રાજકોટમાં સૌથી વધુ 54 ટકાનો વધારો બજારો અને મોલ્સની ખરીદીમાં બતાવે છે, જ્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પણ સૌથી વધુ 26 ટકાનો વધારો આવ્યો છે. આ વચ્ચે રિટેલ ખરીદી પણ પહેલાં થતી હતી એની આસપાસ જ હોવાથી માત્ર 4% ઘટાડો જણાયો છે.

મોબિલિટી ડેટા પરથી જાણો બેઝલાઈન કરતાં હાલમાં આવેલા ફેરફાર

સ્થળભારતગુજરાતઅમદાવાદવડોદરાસુરતરાજકોટ
રિટેલ-2%-4%-15%-9%-17%-4%
બજાર, ફાર્મા0.490.340.260.130.090.54
પાર્ક0.070.01-25%-16%-15%-5%
પબ્લિક ટ્રાન્સપોર્ટ0.0912%0.050.20.10.26
વર્કપ્લેસ-8%-18%-20%-9%-37%-12%
રેસિડેન્શિયલ0.080.0560.060.060.05

મોબિલિટી ડેટામાં આ વિભાગમાં વહેંચાયો છે

  • રિટેલ એન્ડ રિક્રિએશન: રેસ્ટોરન્ટ, કાફે, શોપિંગ સેન્ટર, થીમ પાર્ક મ્યુઝિયમ, લાઇબ્રેરી, સિનેમાગૃહો
  • સુપરમાર્કેટ એન્ડ ફાર્મસી: બજાર, સુપર માર્કેટ, અનાજના ગોદામ, યાર્ડ, મેડિકલ સ્ટોર્સ
  • પાર્ક: મોટાં ઉદ્યાનો, બીચ, મ્યુનિસિપાલિટી પાર્ક
  • પબ્લિક ટ્રાન્સપોર્ટ: જાહેર પરિવહન સેવા જેવી કે બસ, રેલવે, એરપોર્ટ વગેરે
  • વર્કપ્લેસ: ઓફિશિયલ એરિયા, કામનાં સ્થળો
  • રેસિડેન્શિયલ: રહેણાક

ઉત્તર પ્રદેશમાં લોકો પહેલાં કરતાં વધુ હરેફરે છે, દરેક સ્થળે વધી સંખ્યા
ઉત્તરપ્રદેશમાંથી નોકરી-ધંધા માટે બહાર સ્થાયી થયેલા યુવાનોનું વતનમાં આવવાનું પ્રમાણ કોરોના પછી વધ્યું છે. અહીં રિટેલ ખરીદી અને ફરવાનાં સ્થળોએ લોકોની સંખ્યા અનુક્રમે 32 અને 17% વધી ગઈ છે. આ ઉપરાંત જાહેર પરિવહન સેવાનો ઉપયોગ પણ 33% વધ્યો છે.

...છત્તીસગઢમાં લોકો કામે વળગ્યા, મહારાષ્ટ્રમાં જાહેર પરિવહન સામાન્ય, પરંતુ હજુ લોકો ઘરમાં
છત્તીસગઢ એકમાત્ર એવું રાજ્ય છે, જ્યાં સૌથી વધુ લોકો પોતાના કામના સ્થળે પરત ફર્યા છે, કારણ કે ઘણાં રાજ્યો જેવાં કે ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, દિલ્હી અને ચંડીગઢમાં લોકો કામના સ્થળે હજુ ઓછા જાય છે. જોકે છત્તીસગઢમાં આ આંકડો 11% વધ્યો છે. બીજી તરફ, ઘરે વધુ સમય ગાળવાની વાત આવે તો તેમાં મહારાષ્ટ્રના લોકો સૌથી આગળ છે. અહીં પહેલાં કરતાં 10% વધુ લોકો ઘરમાં જ સમય પસાર કરે છે. મહારાષ્ટ્રમાં જાહેર પરિવહન સેવા પણ પૂર્વવત થઈ ગઈ છે અને તેનો પણ પહેલાં જેટલા લોકો જ ઉપયોગ કરે છે, પરંતુ વર્ક પ્લેસ પર જવાની વાત આવે તો એમાં હજુ 16% નો ઘટાડો છે.

અન્ય સમાચારો પણ છે...