કોરોના સંક્રમણ:રાજકોટમાં કોરોનાના 31 દર્દી ડિસ્ચાર્જ સામે 33 નવા કેસ

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ટેસ્ટ 1200 આસપાસ, પોઝિટિવિટી રેશિયો 3 ટકા
  • એક્ટિવ​​​​​​​ કેસ 232, કુલ પોઝિટિવનો આંક 64401

રાજકોટ શહેરમાં કોરોનાના 31 દર્દીને મનપાએ બુધવારે ડિસ્ચાર્જ જાહેર કરાયા હતા અને ત્યારે જ નવા 33 દર્દી આવતા એક્ટિવ કેસની સંખ્યા 232 થઈ છે જ્યારે કુલ કેસનો આંક 64401 થયો છે. જે નવા કેસ આવ્યા છે તેમાં ગીતાનગર, વિજય પ્લોટ, કેવડાવાડી, ગોપાલનગર, નાડોદાનગર, હાપલિયાપાર્ક, સીતારામપાર્ક, લક્ષ્મી સોસાયટી, જીવરાજપાર્ક, નક્ષત્ર, મવડી, ભીડભંજન સોસાયટી, જલારામ સોસાયટી, ગાર્ડન સિટી, ગોકુલધામ, મનહર પ્લોટ, ભવાનીનગર, રાજીવનગર, કૈલાસધામ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, કૈલાસધારા પાર્ક સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

જે પૈકી સૌથી વધુ કેસ વેસ્ટ ઝોનના વોર્ડ નં. 10 અને 11માંથી આવ્યા છે. શહેરમાં કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે પણ તેટલા ટેસ્ટની સંખ્યા હજુ વધી નથી. મંગળવારની સ્થિતિએ રાજકોટ શહેરમાં 1200 ટેસ્ટ થયા હતા જ્યારે 41 પોઝિટિવ કેસ આવ્યા હતા આ કારણે પોઝિટિવિટી રેટ 3.31 ટકા થયો છે. તહેવાર નજીક આવી રહ્યા છે ત્યારે કેસની સંખ્યા હજુ પણ વધશે તેવી શક્યતા તબીબોએ વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...