તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહાનગરપાલિકા ચૂંટણી:320 મુરતિયા મેદાને, વોર્ડ નં. 2, 10 સિવાય બધે બે મશીન મુકાશે

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • સૌથી વધુ 26 ઉમેદવાર વોર્ડ નં. 15માં નોંધાયા, જ્યારે વોર્ડ નં.12માં તેનાથી અડધા 13 દાવેદાર

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ચકાસણી પૂરી થયા બાદ 321 ઉમેદવાર માન્ય રહ્યા હતા તેમાંથી એક ઉમેદવારે નામ પાછું ખેંચતા સોમવારની સ્થિતિએ 320 દાવેદાર રહ્યા છે. જેમાં સૌથી વધુ 26 દાવેદાર વોર્ડ નં. 15, જ્યારે સૌથી ઓછા 13 ઉમેદવાર વોર્ડ નં. 2માં નોંધાયા છે. વોર્ડ નં. 2 અને 10 સિવાય તમામ વોર્ડના મતદાન મથકોમાં ઈવીએમના બે બેલેટ યુનિટ મૂકવા પડશે. એક બેલેટ યુનિટમાં 16 સ્વિચ હોય છે જેમાં એક નોટા અને એક રજિસ્ટર બટન હોય છે તેથી એક યુનિટમાં મહત્તમ 13 જ ઉમેદવાર રાખી શકાય છે.

હવે શું થશે
મંગળવારે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. 3 વાગ્યા સુધીમાં આ પ્રક્રિયા પૂરી થયા બાદ આર.ઓ. કુલ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરે અને પછી તે લિસ્ટ મુજબ બેલેટ પેપર તૈયાર કરવાની કામગીરી તેમજ અપક્ષ ઉમેદવારોને ચિહ્ન આપવાની કાર્યવાહી થશે અને જે તે ઈવીએમને બૂથ મૂજબ ફાળવી જે તે પ્રિસાઈડિંગ ઓફિસરને કામગીરી સોંપાશે.

ક્યા વોર્ડમાં કેટલા ઉમેદવાર માન્ય રહ્યા

વોર્ડઉમેદવાર
121
213
318
419
515
615
714
819
916
1014
1118
1215
1324
1422
1526
1615
1717
1820
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો