તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવચેતી:રાજકોટમાં એક મહિનામાં 32 લોકોના મ્યુકોરમાઈકોસિસથી મૃત્યુ, તંત્ર મૃત્યુઆંક છૂપાવતું રહ્યું, સ્મશાને આંકડા જાહેર કર્યા

રાજકોટ20 દિવસ પહેલા
બાપુનગર સ્મશાનગૃહ
  • મ્યુકોરમાઈકોસિસના દર્દીઓના મૃતદેહ જોઈને દર્દનાક અવસ્થા

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાની બીજી ઘાતક લહેર પર મે મહિનાના અંતમાં કાબૂ મેળવવામાં આવ્યો હતો અને મે મહિનાના અંતમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. જોકે એ બાદ મ્યુકોરમાઈકોસિસના કેસમાં સતત વધારો જોવા મળતો હતો. છેલ્લા એક મહિનામાં મ્યુકોરમાઈકોસિસના 32 દર્દીના મોત થયા છે. અત્યાર સુધી મોતનો આંકડો છૂપાવવામાં આવ્યો હતો. પરંતુ સ્મશાનના આંકડાને આધારે સત્યતા બહાર આવી છે.

મ્યુકોરમાઇકોસિસના દર્દીઓના મૃતદેહ જોઈને દર્દનાક અવસ્થા
રાજકોટમાં કોરોના માટે એકમાત્ર બાપુનગર સ્મશાનગૃહને અનામત રાખવામા આવ્યું હતું. અહીં જૂન માસમાં કોરોનાથી મૃત્યુ પામેલા 16 અને મ્યુકોરમાઈકોસિસથી મૃત્યુ પામેલા 32 દર્દીના અંતિમસંસ્કાર થયા હોવાનુ સ્મશાનના સંચાલક નિર્મળભાઈ ભંડેરીએ જણાવ્યું હતું. તેમને વધુમાં જણાવ્યું હતું કે, મ્યુકોરમાઈકોસિસના દર્દીઓના મૃતદેહ જોઈને દર્દનાક અવસ્થાનો અંદાજ અને અહેસાસ થાય છે.

પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

રાજકોટમાં મૃત્યુની સત્તાવાર જાહેરાત કરવામાં આવતી
મોટાભાગના કિસ્સામાં આંખો નીકળી ગઈ હોય, મોઢા ઉપરના અંગોના સ્થાને રૂના પૂમડા હોય એટલે કે, વાઢકાપ થયા પછી પણ દર્દી બચ્યા ના હોય તેવું સમજી શકાય. કોરોનાથી મૃત્યુ પામતા દર્દીને PPE કીટ પહેરાવી હોય તેમજ આ મ્યુકોરમાઈકોસિસના દર્દીને પહેરાવેલી હોય છે. પરંતુ બંનેની સ્થિતિ પરથી તેનો અંદાજ આવી જાય છે. રાજકોટમાં કોરોનાના રજિસ્ટરની જેમ જ મ્યુકોરમાઈકોસિસનું રજિસ્ટર બને છે. પરંતુ મ્યુકોરમાઈકોસિથી થતા મૃત્યુ અંગે ગુજરાતના અન્ય જિલ્લામા વિગતો જાહેર થાય છે, રાજકોટમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવતી નથી.

બાપુનગર સ્મશાનગૃહ
બાપુનગર સ્મશાનગૃહ

સ્મશાનોમામાં સત્ય બહાર આવ્યું
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં કોરોનાથી થયેલા મૃત્યુના આંક ઉપર ઢાંકપિછોડો કરવાના સરકારી તંત્રના વ્યાપક પ્રયાસોનું મ્યુકોરમાઈકોસિસમાં પણ પુનરાવર્તન થયું છે. આખા દેશમાં મ્યુકોરમાઈકોસિસના વસ્તીની સાપેક્ષમા સર્વાધિક કેસ નોંધાયા બાદ અહી મૃત્યુના આંક જાહેર કરવામા આવ્યા નથી. પરંતુ કોરોનાકાળમા સ્મશાનોમાથી જે રીતે સત્ય બહાર આવેલું એ જ રીતે મ્યુકોરમાઈકોસિસથી થયેલા મૃત્યુનો આંક પણ સ્મશાનોમાથી જ બહાર આવ્યો છે.