રાજકોટ મનપાની તિજોરી છલકાઈ:મિલકત વેરા યોજના હેઠળ 3.11 લાખ નાગરિકોએ રૂ.212 કરોડનો વેરો ભર્યો, લક્ષ્યાંક પૂર્ણ થવામાં 138 કરોડનું છેટું

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

મ્‍યુનિ. કોર્પોરેશનની મુખ્‍ય આવકનોસ્ત્રોત એવી વેરા શાખાને ચાલુ નાણાકીય વર્ષ 2022-23ના 350 કરોડના લક્ષ્યાંક સામે 3.11 લાખ કરદાતાએ 212 કરોડનો મિલકત વેરો ઠાલવી તિજોરી છલોછલ ભરી દીધી છે.

સેન્‍ટ્રલ ઝોનમાં 68.53 કરોડની આવક
આ અંગે મનપાના વેરા શાખાના સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તંત્રની તિજોરીમાં 3.11 લાખ કરદાતાઓએ 212 કરોડની મિલકતની આવક થવા પામી છે. જેમાં સેન્‍ટ્રલ ઝોનમાં 1.6 લાખ કરદાતાએ 68.53 કરોડ, ઇસ્‍ટ ઝોન એટલે કે સામાકાંઠા વિસ્‍તારમાં 65 હજાર કરદાતાઓએ 47.62 કરોડ તથા વેસ્‍ટ ઝોન એટલે કે ન્‍યુ રાજકોટ 1.39 લાખ વિસ્‍તારવાસીઓએ 96.52 કરોડનો વેરો ભર્યો છે.

201 કરોડ જેટલી તોતીંગ આવક
જ્‍યારે ૧ એપ્રિલથી આજ દિન સુધીમાં 15,134 મિલકતોની નવી આકરણી થઇ છે. જ્‍યારે 11316 મિલકતોના નામ ટ્રાન્‍સફરની અરજીઓ આવી હતી. 4838 મિલકતોનો હેતુફેર કરવામાં આવ્‍યો છે. મનપા દ્વારા ૧ ઓકટોબરથી બાકી મિલકત વેરા ઉપર 18% વ્‍યાજ ચડવા લાગ્‍યું છે. જો કે એડવાન્‍સ મિલ્‍કત વેરો ભરનારને 10 થી 15 ટકા ડિસ્‍કાઉન્‍ટનો લાભ લઇ અનેક કરદાતાઓએ વ્‍યાજ લાગુ થાય તે પહેલા જ મિલકત વેરો ભરપાઇ કર્યો છે. પરિણામે મનપાને 201 કરોડ જેટલી તોતીંગ આવક થવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...