• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • 307 Cases Of Cold Cough, 87 Cases Of Diarrhoea vomiting And 7 Cases Of Chikungunya Were Reported In Rajkot In One Week Amid Rain Showers.

ઋતુજન્ય રોગચાળો વકર્યો:રાજકોટમાં વરસાદી ઝાપટા વચ્ચે એક સપ્તાહમાં શરદી ઉધરસના 307, ઝાડા-ઊલટીના 87 અને ચિકનગુનિયાના 7 કેસ નોંધાયા

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
રહેણાંક વિસ્તારોમાં ફોગિંગ કરવામાં આવ્યું. - Divya Bhaskar
રહેણાંક વિસ્તારોમાં ફોગિંગ કરવામાં આવ્યું.

રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા જેવા રોગોને નિયંત્રિત કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે આમ છતાં પણ છેલ્લા એક અઠવાડિયામાં ડેન્ગ્યુ , મેલેરિયાના એક-એક અને ચિકનગુનિયાના બે કેસ નોંધાયા છે. આ ઉપરાંત મિશ્ર વાતાવરણને કારણે શરદી-ઉધરસના 307, તાવના 74 અને ઝાડા-ઊલટીના 87 કેસ નોંધાયા હતા. ચાલુ વર્ષમાં ડેન્ગ્યુના 4, મેલેરિયાના 3 અને ચિકનગુનિયાના 7 કેસ નોંધાયા છે.

16,341 ઘરોમાં પોરાનાશક કામગીરી કરાઇ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 19 થી 24 જુલાઇ દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ 16,341 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. તેમજ 208 ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વ્હીકલ માઉન્ટેન ફોગિંગ મશીનથી ફોગીંગ કરવામાં આવ્યા હતા. આ કામગીરી હેઠળ અર્ચના પાર્ક, સાઘુવાસવાણી રોડ, આલા૫ રોયલપામ, મવડી બાપાસીતારામ ચોક પાસે, ભોજલારામ સોસા. સામેનો વિસ્તાર, સદભાવના સોસા., ગાયત્રીનગર, ઉદ્યોગનગર, પટેલપાર્ક માયાણી ચોક પાસે, તિરૂપતી પાર્ક નાના મોવા રોડ, શ્રી હરી સોસા., સોજીત્રા પાર્ક, રૂચી બંગ્લો એર પોર્ટ પાસે, જાગનાથ પ્લોટ, જનતા સોસા., ન્યુ ગાંઘી સોસા., શિવમ પાર્ક તથા મેઇન રોડ, જયોતી પાર્ક, પુજારા પ્લોટ, યોગેશ્વર અટીકા વિસ્તાર, ગ્રીનપાર્ક, ઓરૂમ ઓલીવેટ કાલાવડ રોડ, કેરલા પાર્ક, ''ઘ ગાર્ડન સીટી'' સી અને ડી, સખીયાનગર, ઓમ રેસીડેન્સી, મવડી પોલીસ હેડ કવા., સિલ્વર ગોલ્ડ રેસીડેન્સી, ફોરચ્યુન વિલા રૈયા સ્મશાન આખી સોસા., સનસીટી સાઘુવાસવાણી રોડ, આદિત્ય હાઇટસ સી.ડી.ઇ. તથા આસપાસનો વિસ્તાર, ઓરીટ હાઇટસ મોટા મવા, આનંદનગર સહિતના વિસ્તારોમાં ફોગિંગ કામગીરી કરવામાં આવી હતી.

656​​​​​​​ આસામીને નોટિસ આપી
​​​​​​​
ડેન્‍ગ્‍યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેક્સ, ઔદ્યોગિક એકમો, વ્યાપાર-ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર વ્યક્તિ સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ બદલ નોટિસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય 559 બાંધકામ સાઇટ, સ્‍કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટીપ્લોટ, ધાર્મિકસ્થળ, પેટ્રોલ પંપ, સરકારી કચેરીએ મચ્છર ઉત્પતિ બદલ તપાસ કરવામાં આવી હતી. જેમાં રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ બદલ 656 વ્યક્તિને નોટિસ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...