કોરોનાની અસર:રાજકોટમાં ધંધા રોજગાર પર કોરોનાની અસર થતાં 304 લાભાર્થીઓએ રૂડાને ફ્લેટ સરેન્ડર કરી દીધા

રાજકોટ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • એફોર્ડેબલ હાઉસીંગ સ્‍કિમ હેઠળ રૂડાએ બાંધેલા કુલ 390 જેટલા ફ્લેટ વેચાયા નથી

એફોર્ડેબલ હાઉસીંગ સ્‍કીમ હેઠળ રૂડા દ્વારા રાજકોટમાં બનાવવામાં આવેલા ફલેટના લાભાર્થીઓએ અત્‍યાર સુધીમાં 304 જેટલા ફ્લેટ વિવિધ કારણોસર સરન્‍ડર કરી દીધા છે. આ સાથે રૂડામાં અત્‍યારે 394 જેટલા ફ્લેટ વેચાયા વગરના પડ્યાં છે. મળતી માહિતી મુજબ કોરોના મહામારીના કારણે ધંધા રોજગાર ઠપ્પ થઈ જતા મોટા ભાગના લાભાર્થીઓએ તેના ફ્લેટ સરેન્ડર કરી દીધા છે.

આર્થિક તંગીના કારણે લાભાર્થીઓએ ફ્લેટ પરત કરી દીધા
ચેતનકુમાર કંડોલીયા કે જેઓ સિવિલ એન્‍જીનીયર છે. તેમને રૂડા દ્વારા ઓગસ્ટ 2020માં ફ્લેટ ફાળવવામાં આવ્‍યો હતો. પરંતુ કોરોનાકાળમાં તેમની નોકરી જતા તેમણે ફલેટ સરન્‍ડર કરી દીધો હતો. આવુ જ રીક્ષા ડ્રાઈવર અલ્‍તાફ જીવરાણીનું છે. તેમને 1 BHKનો ફલેટ લાગ્‍યો હતો. પરંતુ તેમણે પણ આર્થિક કટોકટીને કારણે આ ફલેટ સરન્‍ડર કરી દીધો છે. જ્યારે સ્‍ટેશનરીના વેપારી દિપક મોદી પણ ૩BHKનો ફ્લેટ આર્થિક તંગીને કારણે સરન્‍ડર કરી દીધો છે.

394 ફ્લેટ વેચાયા વગરના પડ્યા છે
રૂડાના અધિકારીઓના જણાવ્‍યા પ્રમાણે ઉપરના ત્રણેય લાભાર્થીઓએ નાણાંકીય કટોકટીને કારણે પોતાના ફલેટ સરન્‍ડર કરી દીધા છે. મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ 31 ઓગસ્ટ 2020ના રોજ જે લોકોને ઘર ફાળવ્‍યા હતાં. તેમાથી 304 લાભાર્થીઓએ ઘર સરન્‍ડર કરી દીધા છે અને હાલ 390 જેટલા ઘર વેચાયા વગર પડ્યા છે. રૂડાના સૂત્રોના જણાવ્‍યા પ્રમાણે 394 ફ્લેટ વેચાયા વગરના ફ્લેટ છે. જે માટે ત્રીજી વખત અરજીઓ આમંત્રિત કરી છે. એટલુ જ નહીં અગાઉ કરતા ડીપોઝીટ પણ ચોથા ભાગની કરી નાખી છે.

અન્ય સમાચારો પણ છે...