શહેરમાં સમયાંતરે તરખાટ મચાવતા તસ્કરોએ વધુ એક ફ્લેટ અને મકાનને નિશાન બનાવ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જ્યારે એક ચોરીના બનાવમાં પાડોશીએ જ ડુપ્લિકેટ ચાવીથી ઘરમાંથી હાથફેરો કર્યો હોવાની શંકા મકાનમાલિકે વ્યક્ત કરી છે. જામનગર રોડ, નાગેશ્વરમાં આવેલા સેલિબ્રેશન એપાર્ટમેન્ટમાં રહેતા અને ઘડિયાળ રિપેરિંગનું કામ કરતા પ્રકાશ આસિયાણી નામના યુવાનની ફરિયાદ મુજબ, ગત તા.30ના પોતે પત્ની સાથે ફ્લેટ બંધ કરી દ્વારકા ગયા હતા. બીજા દિવસે દ્વારકાથી રાજકોટ ઘરે પરત આવ્યા હતા.
રૂપિયાની જરૂરિયાત હોય કબાટમાં રાખેલા રોકડા રૂ.25 હજાર લેવા જતા કબાટમાં જોવા મળ્યા ન હતા. બાદમાં ગત તા.3ના રોજ પત્નીએ કબાટમાં રાખેલા રૂ.5,500ની કિંમતના સોનાના દાણા લેવા જતા તે પણ જોવા મળ્યા ન હતા. ઘરમાં શોધખોળ કરતા હતા ત્યારે ગત તા.29-1ના રોજ પાડોશમાં રહેતા મિથુન મહેતા પોતાને દવાખાનાના કામે જવાનું કહી પોતાનું એક્ટિવા લઇ ગયા હતા. અને એક કલાક પછી મિથુન મહેતા એક્ટિવા પરત આપી ગયા હતા. જે એક્ટિવાની ચાવીમાં ઘરની ચાવી પણ સાથે હોય પોતાના ફ્લેટની ડુપ્લિકેટ ચાવી બનાવી ઘરમાંથી હાથફેરો કરી ગયાની શંકા ઉપજી હોય ફરિયાદ નોંધાવી છે.
ચોરીનો અન્ય બનાવ મવડીમાં શ્રીનાથજી સોસાયટી-3માં રહેતા કિશોરભાઇ લાધાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, સાસુને હોસ્પિટલમાં દાખલ કર્યા હોય ગત તા.1ના રોજ ખબરઅંતર પૂછવા ગયા હતા. રાત ત્યાં રોકાઇ બાદ બીજા દિવસે ઘરે પરત આવતા બંધ મકાનના તાળાં તૂટેલા જોવા મળ્યા હતા. ઘરમાં તપાસ કરતા કબાટની તિજોરીમાં રાખેલા રોકડા રૂ.25 હજાર તેમજ રૂ.38 હજારના ઘરેણાં મળી કુલ 63 હજારની મતા જોવા મળી ન હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.