ભાસ્કર ઈમ્પેક્ટ:કાંગશિયાળી પાસેના 3000 ફ્લેટધારકોને હવે નર્મદાની લાઇનમાંથી મળશે કાયદેસર પાણી

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગ્રામ પંચાયતે લાઈન નાખવાનું કામ શરૂ કર્યું. - Divya Bhaskar
ગ્રામ પંચાયતે લાઈન નાખવાનું કામ શરૂ કર્યું.
  • દિવ્ય ભાસ્કરના પાણીચોરીના અહેવાલ બાદ તંત્રે સંકલન સાધી વ્યવહારૂ રસ્તો કાઢ્યો
  • 30થી વધુ એપાર્ટમેન્ટમાં​​​​​​​ દૈનિક 10 લાખ લિટર પાણી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી આપી

કાંગશિયાળી આસપાસ નેતાઓની ઓથે બિલ્ડર્સની કૃપાથી નર્મદાની લાઇનમાંથી ગેરકાયદે જોડાણ લઇ 3000 ફ્લેટધારકો નાછૂટકે પાણીચોરી કરવા મજબૂર બની રહ્યાનો ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા ઘટસ્ફોટ કરાયા બાદ ચોંકી ઉઠેલા ઉચ્ચ અધિકારીઓએ પરિસ્થિતિનો તાગ મેળવી હાલ વૈકલ્પિક ધોરણે કાંગશિયાળી આસપાસની સોસાયટીઓને દૈનિક એક એમએલડી (10 લાખ લિટર) પાણી ઉપલબ્ધ બને તેવી વ્યવસ્થા ગોઠવી આપતા લોકોને હાશકારો થયો છે.

ભાસ્કરે નર્મદાના લાખો લિટરની પાણીચોરી રોકાવી દેતા ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પાણી માટે રીતસર વલખા મારતા છેવાડાના 3000 પરિવારોને હવે પાણીચોરી ન કરવી પડે અને ઓફિશિયલી પાણી મળે તેવી વ્યવસ્થા ઉભી કરાતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.

પાણી પુરવઠા બોર્ડના જવાબદાર અધિકારીએ જણાવ્યું હતું કે, કાંગશિયાળીનો આ વિસ્તાર સત્તાવાર રીતે રૂડાની ટેરેટરીમાં આવે છે, આ રહેવાસીઓને પાણી પહોંચાડવાનો તેઓનો માસ્ટરપ્લાન તૈયાર થઇ રહ્યો છે, પરંતુ તેને હજુ મહિનાઓનો સમય લાગે તેમ છે. આવી સ્થિતિ વચ્ચે હાલ વૈકલ્પિક ધોરણે પુરવઠા વિભાગ નર્મદાની લાઇનમાં વ્રજવિલા પાસે એક વાલ્વ મૂકી મીટર ફિટ કરી દૈનિક 1 એમએલડી (10 લાખ લિટર) પાણી ઉપાડી શકાય તેવી વ્યવસ્થા ગોઠવી આપશે.

તે વાલ્વથી સોસાયટીઓના ફ્લેટ સુધી લાઇન પહોંચાડવાની જવાબદારી ગ્રામ પંચાયતે ઉપાડી છે. કાંગશિયાળી ગામના સરપંચે જણાવ્યું હતું કે, કાંગશિયાળી આસપાસના ફ્લેટ ધારકોને ઘર સુધી પાણી મળી રહે તે માટે ગ્રામ પંચાયતે હાલ પાઇપ લાઇન નાખવાની કામગીરી શરૂ કરી દીધી છે, અંદાજે ત્રણેક દિવસમાં લાઇન નંખાઇ જશે, અને મુખ્ય વાલ્વમાં કનેક્શન જોડી દેવાશે, જેથી અંદાજે 3000 પરિવારોનો પાણીનો પ્રશ્ન ઉકેલાઇ જશે.

અન્ય સમાચારો પણ છે...