તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:રાજકોટના હડમતાળા ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં 300 યુનિટ ધમધમતા થયા, અન્ય રાજ્યમાં વસ્તુ મોકલવાનું શરુ

રાજકોટ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
હડમતાળામાં 300 યુનિટ શરૂ થયા - Divya Bhaskar
હડમતાળામાં 300 યુનિટ શરૂ થયા
 • ફૂડ પ્રોસેસિંગ, ફાર્મા, સ્પિનિંગ, હોમ ડેકોર, કિચન એપ્લાયન્સીસ, કાસ્ટિંગના 100થી વધુ એક્સપોર્ટ કરતા યુનિટ પણ કાર્યરત

રાજકોટના કોટડાસાંગાણી ગ્રામ્ય વિસ્તાર સ્થિત હડમતાળા ઇન્ડસ્ટ્રીઝ ઝોન એસોસિશન દ્વારા 300થી વધુ યુનિટ શરુ કરવા જિલ્લા વહીવટી તંત્રના માધ્યમથી મંજૂરી મેળવી હતી. 2 હજાર જેટલા સ્થાનિક તેમજ પરપ્રાંતીય કામદારોના પાસ ઇસ્યુ કરી આપવામાં આવ્યા હતા. જેનો લાભ વિવિધ એકમોને મળી રહેતા આ યુનિટ દ્વારા પ્રોડક્શન શરુ કરી દેવામાં આવ્યું હતું. હાલ મોટાભાગના એકમો પૂરજોશમાં કાર્યરત છે. ફૂડ પ્રોસેસિંગ, ફાર્મા, સ્પિનિંગ, હોમ ડેકોર, કિચન એપ્લાયન્સીસ, કાસ્ટિંગના 100થી વધુ એક્સપોર્ટ કરતા યુનિટ પણ કાર્યરત છે. કેટલાક એકમોએ અન્ય રાજ્યમાં લોકડાઉન સરળ બનતા વસ્તુઓ મોકલવાનું શરુ કરી આપ્યાનું હડમતાળા ઇન્ડસ્ટ્રીઝ ઝોન એસોસિશનના ઉપ્રમુખ વિનુભાઈ પટેલે જણાવ્યું હતું.

આજુબાજુના 30થી વધુ ગામના સ્થાનિકોને પણ રોજગારી મળી રહી છે

4757 જેટલા ઇનહાઉસ કારીગરોને ઔદ્યોગિક એકમો ખાતે જ લોકડાઉન દરમિયાન રહેવા, જમવાની સગવડ કરી આપવામાં આવતા મોટાભાગના પરપ્રાંતીય મજૂરો અહીં જ રોકાઈ ગયાનું અને એકમો શરુ થતા પ્રોડક્શનમાં કોઈ મુશ્કેલી ન પડી રહી હોવાનું વિનુભાઈએ જણાવ્યું હતું. આ ઉપરાંત આજુબાજુના 30થી વધુ ગામના સ્થાનિકોને પણ રોજગારી મળી રહી છે. જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. હડમતાળા ઇન્ડસ્ટ્રીઝ ઝોનના પ્રમુખ શૈલેષભાઇ પીપળીયા કેન્ટીનના ઇક્વીપમેન્ટ દેશ-વિદેશમાં એક્સપોર્ટ કરી રહ્યા છે. તેમના યુનિટમાં મોટાપાયે માલ તૈયાર કરવામાં આવી રહ્યો હોવાનું અને એક્સપોર્ટમાં સરળતા થતા જ વસ્તુઓ સપ્લાય કરી દેવાની તૈયારી દર્શાવી હતી.   

જરૂરિયાતમંદ વસ્તુની ઓનલાઈન વેચાણ થઇ રહ્યું છે

હાર્મની લેમિનેટના મહેશભાઈ સાવલીયાએ જણાવ્યું હતું કે, લોડાઉન સમય દરમિયાન અમે પરપ્રાંતીય મજૂરને રહેવા જમવાની સગવડ પૂરી પાડી હતી. 22 એપ્રિલથી જ અમે પ્રોડક્શન શરુ કરી દીધું છે. કેન્દ્ર સરકાર દ્વારા નાના અને મધ્યમ ઉદ્યોગોને અપાયેલી છૂટછાટથી વેપાર ઉદ્યોગને મોટો ફાયદો થશે તેમ જણાવ્યું હતું. હાલ તેમની વસ્તુઓ કર્ણાટક રાજ્યમાં સપ્લાય થઈ રહી છે.  જ્યારે 200થી વધુ કિચન અને હોમ એપ્લાયન્સીસનું પ્રોડક્શન કરતા સરિત કણસાગરા જણાવે છે કે અમારી પ્રોડક્ટનું મોટાભાગે એમેઝોન, ફ્લિપકાર્ટ સહિત ઓનલાઇન વેચાણ થાય છે. કેન્દ્ર સરકાર દ્વારા જરૂરિયાતમંદ વસ્તુની ઓનલાઈન વેચાણને મંજૂરી આપવામાં આવી હોય અમે  હાલ મોટાપાયે પ્રોડક્શન શરુ કરી દેવાયું છે. અહીં 70 ટકા જેટલો સ્ટાફ મહિલાઓનો છે.   

રાજકોટમાં 10 હજારથી વધુ ઉદ્યોગો શરૂ થયા

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક એકમોને રાજકોટ ખાતે શરુ કરવા મંજૂરી અપાઈ ચૂકી છે. ત્યારે રાજકોટના વિવિધ ઇન્ડસ્ટ્રીઝ ઝોન એસોસિશનને ખાતે પાસ આપવા તેમજ મૂજુરી બાબતે વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરી આપવામાં આવી છે ત્યારે રાજકોટના 10 હજારથી વધુ યુનિટ ધમધમવા લાગ્યા છે. રાજકોટ ગ્રામ્યમાં લોકડાઉન બે સમયે ગ્રામ્ય વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઝને શરુ કરવા ખાસ કિસ્સામાં મંજૂરી આપી હતી. જેનો વિશેષ લાભ હડમતાળા ઇન્ડસ્ટ્રીઝના ગ્રામીણ તેમજ સ્થાનિક લોકોને વિશેષરૂપે મળી રહ્યો છે.  

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો