રાજકોટના ઉપલેટામાં સમસ્ત સુન્ની મુસ્લિમ જમાતના 300 સભ્યો ભાજપની પ્રવક્તા નુપુર શર્માના વિવાદીત નિવેદનને વખોડી દાખલારૂપ સજા કરવાની માંગ સાથે ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું.
લોકો શાંતિ અને ભાઈચારાથી રહે છે
આ અંગે ઉપલેટા મુસ્લિમ સમાજના આગેવાન બિલાલ મૌલાનાએ જણાવ્યું હતું કે. ભારત દેશમાં અનેક ધર્મો અને જાતિના લોકો શાંતિ અને ભાઈચારાથી રહે છે ત્યારે થોડા દિવસ પહેલાં જ ટીવી ચેનલની એક ડિબેટમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા એવા નૂપુર શર્મા અને નવીન જિંદાલ દ્વારા મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ તે પ્રકારની વાત કરી હતી જેથી આ અશોભનીય અને અપમાનજનક તથા વિવાદાસ્પદ ટિપ્પણી કરી હોવાનું સામે આવ્યું હતું જેને લઇને સમગ્ર ભારત તેમજ વિશ્વમાં રહેતા મુસ્લિમ સમાજની લાગણી દુભાઇ છે.
કડક કાર્યવાહીની માંગ કરી
આ સાથે મુસ્લિમ સમાજના આગેવાન ઈરફાન મૌલાનાએ જણાવ્યું છે કે, નૂપુર શર્મા અને નવીન જિંદાલ દ્વારા જે રીતે દેશની શાંતિ ડહોળવાનો પ્રયત્નો કરવામાં આવે છે તે દેશ માટે નુકસાનકારક થઈ શકે છે જેથી તેમની સામે કડક કાર્યવાહી કરીને એફ.આઇ.આર નોંધવાની પણ માંગ કરવામાં આવી છે ત્યારે આ સમગ્ર બાબતે સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત ઉપલેટા શહેર અને તાલુકા દ્વારા અંદાજિત 300ની સંખ્યામાં એકત્રીત થઈ અને ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.