તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મનિર્ભર પ્રોજેક્ટ:હેન્ડ, પાવર અને કોર્ડલેસ ટુલ્સની હવે 300 વસ્તુ રાજકોટમાં બનશે

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અગાઉ 70 ટકા વસ્તુ આયાત કરાતી હતી

ભારત દેશમાં હેન્ડ ટુલ્સ, મશીન ટુલ્સ અને પાવર ટુલ્સની 70 ટકા વસ્તુ આયાત થાય છે પરંતુ હવે રાજકોટમાં આ સેકટરની 300 વસ્તુ બનશે. ઓટોમોબાઇલનું હબ ગણાતું રાજકોટ હેન્ડ ટુલ્સ,મશીન ટુલ્સ અને કોર્ડલેસ ટુલ્સમાં પણ આત્મનિર્ભર બનશે. આત્મનિર્ભર પાઇલોટ પ્રોજેકટની શરૂઆત રાજકોટથી થઈ છે. તાજેતરમાં આ ક્ષેત્ર માટે એક મેઇક ઇન ઇન્ડિયા અંગે ત્રણ દિવસનો સેમિનાર યોજાયો હતો.જેમાં 55 એમઓયુ થયા છે. આ એમઓયુથી હવે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 50 હજારથી વધુ રોજગારીનું સર્જન થશે અને નવા યુનિટ પણ શરૂ થશે તેમ લઘુ ઉદ્યોગ ભારતીના ગુજરાત ઉપપ્રમુખ હંસરાજભાઈ ગજેરા જણાવે છે.

વધુમાં તેમના જણાવ્યાનુસાર જે એમઓયુ થયા છે એ સોરાષ્ટ્રભરમાંથી થયા છે. પાઇલટ પ્રોજેકટમાં 170થી વધુ ઉદ્યોગકારોએ આ સેગમેન્ટમાં ઉત્પાદન માટેની તૈયારી બતાવી હતી. એક અંદાજ મુજબ આપણે ત્યાં બીજા દેશોમાંથી 10 થી 15 હજાર વસ્તુ આયાત થઈ રહી છે. જેમાં જીમ, સ્પોર્ટ્સ, ટેક્સ ટાઇલ્સ મશીનરી, કેમિકલ,મેડિકલ ઈક્વિપમેન્ટ, ફાર્મા, ફૂડ પ્રોસેસિંગ, મશીનરી વગેરેનો સમાવેશ થાય છે.

બીજા તબક્કામાં હવે નવા સેગમેન્ટનું ઉત્પાદન રાજકોટમાં થાય એ માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે. પાવર ટુલ્સ, હેન્ડ ટુલ્સ, કોર્ડલેસ ટુલ્સમાં આત્મનિર્ભર બનવાથી સૌથી મોટો ફાયદો એ થશે કે, ચાઈના કે બીજા દેશોમાંથી થતી આયાત ઘટશે, વિદેશી હુંડિયામણ બચી જશે.

વધુ એક ક્ષેત્રમાં રાજકોટ હબ બનશે
કોરોના બાદ રાજકોટમાં એન્જિનિયરિંગ, મેડિકલ સહિતના ક્ષેત્રમાં અલગ અલગ સ્ટાર્ટઅપ થઇ રહ્યા છે. ત્યારે આ પાઇલટ પ્રોજેકટ હેઠળ સ્ટાર્ટઅપ પ્રોજેકટને પ્રોત્સાહન આપવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. જો સ્ટાર્ટઅપ પ્રોજેકટમાં હેન્ડ ટુલ્સ, પાવર ટુલ્સ અને મશીન ટુલ્સ અંગેના પ્રોજેકટ આવશે તો આગામી દિવસોમાં રાજકોટમાં વધુ એક ક્ષેત્રનું હબ બની જશે. તેમ હંસરાજભાઈ ગજેરા જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...