તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:રાજકોટમાં ‘હું મરી જાઉં છું, કોઈનો વાંક નથી, મારી ડેડબોડી પહોંચાડી દેજો’ એવું સુસાઇડ નોટમાં લખી યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવી જિંદગી ટૂંકાવી

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં યુવાને ટ્રેન હેઠળ ઝંપવાલી આપઘાત કર્યો (ફાઈલ તસવીર). - Divya Bhaskar
રાજકોટમાં યુવાને ટ્રેન હેઠળ ઝંપવાલી આપઘાત કર્યો (ફાઈલ તસવીર).
  • મૃતકને સંતાનમાં દોઢ વર્ષનો પુત્ર, માતા-પિતાનો એકનો એક પુત્ર હતો

રાજકોટના રૈયા રોડ પર રાજીવનગરમાં રહેતા તેજસ જયેશભાઈ ચૂડાસમા (ઉં.વ.30)એ શુક્રવારે મોડી સાંજે મોરબી રોડ પર આવેલા 120 નંબરના ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી ગઈ હતી અને તેજસના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. તેજસના ખિસ્સામાંથી પોલીસને સુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં લખ્યું હતું કે હું મરી જાઉં છું, કોઈનો વાંક નથી, મારી ડેડબોડી આ મોબાઈલ નંબર પહોંચાડી દેજો તેવું લખ્યું હતું. પોલીસે મોબાઈલ નંબરના આધારે સંપર્ક કરતાં તેજસની ઓળખ થઈ હતી.

સુસાઇડ નોટના આધારે પોલીસને તેજસની ઓળખ થઈ
તેજસ ટ્રેન હેઠળ કપાય જતાં મોત નીપજ્યાની જાણ 108 મારફત થતાં બી-ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી હતી. મૃતક પાસેથી એક ચિઠ્ઠી અને ફોન નંબર મળ્યાં હતાં, જેના આધારે ઓળખ શક્ય બની હતી. આપઘાત કરનાર તેજસ રાજીવનગરમાં જ રહેતો હતો. ગઈકાલે શુક્રવારે બપોરે બાઈક લઈને ઘરેથી નીકળી ગયો હતો અને સાંજના સમયે આ પગલું ભરી લીધું હતું.

તેજસ માતા-પિતાનો એકનો એક પુત્ર હતો
પોલીસ તપાસમાં ખૂલ્યા મુજબ, તેજસ માતા પુષ્પાબેન અને પિતા જયેશભાઇ ચૂડાસમાનો એકનો એક પુત્ર હતો અને એક બહેનથી મોટો હતો. તેની પત્નીનું નામ તેજલબેન છે. સંતાનમાં દોઢ વર્ષનો પુત્ર છે. તેજસ લોકડાઉન અગાઉ ભારત બેંઝ નામની ટ્રકની ઓફિસમાં નોકરી કરતો હતો. લોકડાઉનમાં નોકરી જતી રહી હતી એ પછી સતત ચિંતામાં રહેતો હતો. આ કારણે કદાચ આ પગલુ ભર્યાની શક્યતા છે. તેવું પરિવારજનોએ જણાવ્યું હતું. પોલીસ અંતિમવિધિ બાદ સ્વજનોનાં નિવેદનો નોંધશે. એકના એક આધારસ્તંભ દીકરાના મૃત્યુથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો