તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:રાજકોટમાં 30 ટકાએ વેક્સિનનો પ્રથમ ડોઝ અને 6 ટકા લોકોએ બંને ડોઝ લીધા, ગંભીર કોરોના થવાનું જોખમ ટળશે

રાજકોટ2 મહિનો પહેલા
રાજકોટમાં સૌથી વધારે યુવા વયના લોકોએ વેક્સિન મૂકાવી.
  • રાજકોટ શહેરમાં રોજ 17થી 18 હજાર લોકોને વેક્સિન અપાય રહી છે

રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા આજ દિવસ સુધીમાં 18થી 44 વર્ષના 2.30 લાખ યુવાનોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. તેમજ 45થી મોટી ઉંમરના 2.50 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી છે. જેમાં 1.50 લાખ લોકોને એટલે કે 6 ટકાથી ઓછા લોકોને વેક્સિનના બન્ને ડોઝ મળ્યા છે. આમ કુલ 30 ટકા લોકોના શરીરમાં કોરોના વેક્સિન આવી જતા તેઓને હવે ગંભીર કોરોના થવાનું જોખમ નહિવત બન્યું છે.

શહેરમાં 42 હજાર લોકોને અત્યાર સુધીમાં કોરોના થયો
રાજકોટ શહેરમાં વસ્તી અંદાજે 15 લાખથી વધુની છે. તો બીજી તરફ શહેરમાં 42 હજાર લોકોને અત્યાર સુધી કોરોના થઈ ચૂક્યો છે અને રસી લીધા વગર તેમનામાં એન્ટીબોડી આવી ગઈ હોય તે સ્વાભાવિક છે. હાલ રાજકોટ શહેરમાં રોજ 17થી 18 હજાર લોકોને વેક્સિન અપાય રહી છે. જેમાં મોટાભાગના યુવાનો છે. આ સાથે રાજકોટની એક ખાનગી હોસ્પિટલને વેક્સિનેશન માટે છૂટ આપવામાં આવી છે. તેમાં કો-વેક્સિનના એક ડોઝના રૂપિયા 1250 વસુલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મનપા દ્વારા તમામને કોવિશિલ્ડ વેક્સિન આપવામાં આવી રહી છે.

રાજકોટ ગ્રામ્યમાં 18 ટકા જેટલું જ વેક્સિનેશન
રાજકોટ શહેરમાં 100 કેન્દ્રો પર 18થી 44 વર્ષના લોકોને અને 25 કેન્દ્રો પર 45 કે તેનાથી મોટી ઉંમરના લોકોને હાલ વેક્સીનેશન થઈ રહ્યું છે. જે વેક્સિન તદ્દન વિનામૂલ્યે આપવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં કોરોના વેક્સિનેશન કામગીરી કાચબાની ગતિએ ચાલી રહી છે. સરકારી આંકડા મુજબ રોજનાં 1100થી 1200 વ્યકિતનું રોજ રસીકરણ કરવામાં આવી રહ્યું છે. ગઇકાલ સુધીનાં આંકડા પર નજર કરીએ તો અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં માત્ર 3,06,437 વ્યકિતને એટલે કે માત્ર 18% લોકોનું જ રસીકરણ કરવામાં આવ્યુ છે.

45થી મોટી ઉંમરના 2.50 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી.
45થી મોટી ઉંમરના 2.50 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી.

17 લાખની વસ્તીની સામે માત્ર 3 લાખ લોકોનું જ વેક્સિનેશન
સૌરાષ્ટ્રના પાટનગર સમાં રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારની વસ્તી આશરે 17 લાખની છે. સરકાર દ્વારા જાન્યુઆરી 2021થી વેક્સિનેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેને આજે પાંચ મહિના પુરા થતા પહેલો અને બીજા ડોઝ મળીને માત્ર 3 લાખ લોકોનું જ વેક્સિનેશન કરવામાં આવ્યુ હોવાનું સામે આવ્યું છે. જિલ્લા પંચાયતનાં આરોગ્ય વિભાગે ગ્રામ્ય સ્તરે ઘરે ઘરે જઈને લોકોને વેક્સિનેશનના ફાયદા સમજાવ્યા એટલું જ નહીં ઘરની નજીકમાં રસીકરણ આપવાનું શરુ કરાયું છતાં કોઈ ખાસ ફેર પડ્યો નથી.

18થી 44 વર્ષના 2.30 લાખ લોકોને પ્રથમ ડોઝ મૂકાય ગયો.
18થી 44 વર્ષના 2.30 લાખ લોકોને પ્રથમ ડોઝ મૂકાય ગયો.

જસદણ અને વીંછિયા પંથકમાં લોકો હજુ વેક્સિન માટે તૈયાર નથી
​​​​​​​વેક્સિનના બે ડોઝ પૈકી પ્રથમ ડોઝ 2,28,741 વ્યકિતને અપાયો છે અને બીજો ડોઝ 77,696 વ્યકિતને અપાયો છે. રસીનો પુરતો જથ્થો હોવા છતાં રસીકરણ ધીમું થઈ રહ્યું છે. ખુદ કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાના વિસ્તાર જસદણ અને વીંછિયા પંથકમાં લોકો હજુ વેક્સિન માટે તૈયાર થતા ન હોવાનું સામે આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...