તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફેદ દૂધનો કાળો કારોબાર:રાજકોટમાંથી લેવાયેલા દૂધના 30 ટકા સેમ્પલ ફેલ, મલાઈ કાઢી ફેટ વધારવા સસ્તું તેલ નાખતા

રાજકોટએક મહિનો પહેલા
પ્રતિકાત્મક તસવીર
  • દોઢ વર્ષમાં 27 સેમ્પલ લેવાયા જેમાંથી 8 ફેલ થયા, ફોરેન ફેટ એટલે કે સસ્તા તેલ નાંખી ફેટ વધારી દૂધ વેચ્યું

રાજકોટ શહેરમાં ઘણા સમયથી નકલી અને અખાદ્ય દૂધ ઠાલવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. દૈનિક 10,000 લિટરથી વધુ દૂધ આવે છે અને ઘણા વાહનો વહેલી સવારથી જ રાજકોટ શહેરની હદમાં આવી અલગ અલગ ડેરીઓમાં દૂધ ઠાલવે છે. આવા જ એક અખાદ્ય દૂધના 1000 લિટરના જથ્થાનો ભાસ્કરે પર્દાફાશ કર્યો છે. રાજકોટ શહેરમાં આવા ખરેખર કેટલા સેમ્પલ લેવાય છે તે માટે વિગતો મેળવતા માત્ર દોઢ જ વર્ષમાં દૂધના 8 નમૂના ફેલ થયાનું બહાર આવ્યું છે. તે જોતા સેમ્પલ ફેલ થવાનો રેશિયો 30 ટકા જેટલો થયો છે જે અન્ય શહેરો કરતા પણ વધારે આવ્યો છે.

આ જોતા રાજકોટ શહેરમાં નકલી દૂધનો વેપલો બેફામ થઈ રહ્યો છે તેના મથકોમાં સૌથી વધારે દૂધની ડેરીઓ અને ચાના કીટલા છે. બે કેસમાં તો દૂધના નામે પાણી વેચાતું હોય તેવી સ્થિતિ હતી કારણ કે, તેમાંથી 3 કરતા પણ ઓછા ફેટ નીકળ્યા હતા કારણ કે, વેપારીઓએ તેમાં પાણી હદ કરતા વધારે નાંખી દીધું હતું. આ સિવાયના તમામ નમૂનાઓમાં ફોરેન ફેટ એટલે કે દૂધમાં ફેટ વધારવા માટે વેજિટેબલ ઘી અથવા સસ્તા તેલની ભેળસેળ નીકળી છે.

આવી ભેળસેળ ખૂલે એટલે નમૂના સબસ્ટાન્ડર્ડ ગણાય છે જ્યારે દૂધના પેકેટમાં પેકેજ કર્યાની તારીખ કે યૂઝ બિફોર ન લખ્યું હોય તો તેને મિસબ્રાન્ડેડ ગણાય છે કારણ કે, આ દૂધ ખરેખર ક્યારે બન્યું છે તેમજ ગુણવત્તાવાળુ છે કે નહિ તે ગ્રાહકને માહિતી મળતી નથી. આ તમામ બાબતોમાં દંડની જોગવાઈ છે. જે 8 નમૂના ફેલ થયા છે તેમાં 5માં દંડ કરાયા છે જ્યારે 3માં કેસ ચાલી રહ્યા છે.

જે પેઢીઓએ ભેળસેળ કરી છે તેમના નામ અને સરનામું

પેઢીનું નામ અને સરનામું

કારણકાર્યવાહી

શ્રીનાથજી ડેરી ફાર્મ, પાર્થ સ્કૂલ નીચે, ફોર્ચ્યુન હોટેલ પાછળ, 150 ફૂટ રિંગ રોડ

મિલ્ક ફેટ, એસએનએફ ઓછા, ફોરેન ફેટની હાજર બી.આર. રેટિંગ વધુ30000 દંડ

જય નકળંગ ટી સ્ટોલ, લક્ષ્મીનગર ચોક, નાનામવા રોડ

ફોરેન ફેટ હાજર, બી.આર. રીડિંગ ઓછા25000 દંડ

ક્રિષ્નારાજ ડેરી ફાર્મ એન્ડ અમૂલ પાર્લર, ગ્રીનપાર્ક મેઈન રોડ શેરી નં. 8 કોર્નર કોઠારિયા રિંગ રોડ ચોકડી

મિલ્ક ફેટ ઓછા25000 દંડ

રાધેશ્યામ ડેરી ફાર્મ, રામનાથપરા રોડ

મિલ્ક ફેટ ઓછા50000 દંડ

નંદકિશોર ડેરી ફાર્મ, 5/9 વૈશાલીનગર, રૈયા રોડ

ફોરેન ફેટ હાજર25000 દંડ

રામેશ્વર ડેરી, ઓમનગર સર્કલ પાસે, 40 ફૂટ રોડ પૂનમ સોસાયટી

ફોરેન ફેટ હાજરકેસ ચાલુ

ખોડિયાર ડેરી, કૃષ્ણનગર મેઈન રોડ

ફોરેન ફેટ હાજરકેસ ચાલુ

દૂધને ઉકાળી મલાઈ કાઢી ફેટ 6માંથી 3 કરી નાંખે પછી નાંખે તેલ
સામાન્ય રીતે પશુઓમાંથી 5થી 6.5 ફેટનું દૂધ આવતું હોય છે. 6 ફેટનું દૂધ હોય તો તેના એક લિટર દૂધમાંથી 100 ગ્રામ જેટલી મલાઈ ઉતારી લેવાતી હોય છે જેનું ઘી બને છે. જોકે નફાખોરો આવું દૂધ સતત ઉકાળ્યા બાદ 6 ફેટનું હોય તો 3 કરતા પણ ઓછું ફેટ કરી નાંખે. ત્યારબાદ આ દૂધમાં ફેટ વધારવા માટે તેલ અથવા તો વેજિટેબલ ઘી નાંખે જેથી ફરી દૂધનું ફેટ 6.5 જેટલું થઈ જાય છે. જોકે તેનો સ્વાદ તૂરો થઈ જાય છે તેથી તેને દબાવવા માટે પાઉડર પણ ઉમેરાય છે. આવા દૂધમાં 7 ફેટ હોય તો પણ ઉકાળવામાં આવે તો 60 ગ્રામ પણ મલાઈ થતી નથી.

ડેરીના પેકેજ્ડ દૂધમાં તારીખ ન નીકળી
રાજકોટના રૈયા સર્કલ પાસે આવેલી જનતા ડેરીમાંથી તેમની જ બ્રાન્ડના જનતા ડેરી ગોલ્ડ પેસ્ટ્યુરાઈઝ્ડ દૂધના નમૂના ગત વર્ષે લેવાયા હતા જેમાં મેન્યુફેક્ચરિંગ તારીખ દર્શાવેલી ન હોવાથી નમૂના મિસબ્રાન્ડ થયા હતા. આ મામલાને એક વર્ષ વિત્યું હોવા છતાં હજુ પણ અધિક કલેક્ટરની કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...