રાજકોટના સમાચાર:મ્યુનિ.ની ઘોર બેદરકારી, ભૂગર્ભની લાઈનમાં ત્રણ દિવસથી ઢાંકણું ન હોવાથી 40 ફૂટ ઊંડા ખાડામાં ગાય પડી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફ્લાઈટ ન આવતા એરપોર્ટ પર મુસાફરો હેરાન થયા. - Divya Bhaskar
ફ્લાઈટ ન આવતા એરપોર્ટ પર મુસાફરો હેરાન થયા.

રાજકોટ મનપાની ઘોર બેદરકારી સામે આવી છે. ભૂગર્ભની લાઈનના મેઈન હોલમાં ત્રણ દિવસથી ઢાંકણું જ નથી. આથી 40 ફૂટ ઊંડા ખાડામાં ગાય પડતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક માલધારીઓ અને કરૂણાનિધિ ફાઉન્ડેશન દ્વારા ગાયને બહાર કાઢવામાં આવી હતી. વોર્ડ નં.13ના પુનિતનગરના ટાકાની સામે 3 દિવસથી ઢાંકણું નથી. કોઈ વાહનચાલક કે રાહદારી પડી જાય તો મોટી દુર્ઘટના બની શકે છે.

રાજકોટ બસપોર્ટે 30 એક્સ્ટ્રા બસ દોડાવી
રાજકોટ એસટી ડિવિઝનના રાજકોટ એસટી બસપોર્ટમાં આજે અગિયારસથી એક્સ્ટ્રા બસ સર્વિસ શરૂ કરાઇ છે. આ સર્વિસ લાભપાંચમ સુધી ચાલુ રહેશે. આજે સૌપ્રથમ સુરત અને ત્યારબાદ પંચમહાલ માટે રાજકોટથી કુલ 30 એક્સ્ટ્રા બસ દોડાવાઈ છે. સુરતમાં વસવાટ કરતા સૌરાષ્ટ્રના હજારો રત્ન કલાકારો વતનમાં દિવાળી કરવા આવતા હોય તેમના માટે પણ એકસ્ટ્રા બસ દોડાવાઈ રહી છે.

ટ્રાફિકવાળા રૂટ પર પણ એસ્ક્ટ્રા બસ દોડાવાશે
સૌરાષ્ટ્રમાં ખેતીવાડી અને બાંધકામ ઉદ્યોગમાં મજૂરી કરતા દાહોદ-ગોધરા પંથકના શ્રમિકોને તેમના વતન પહોંચાડવા માટે પંચમહાલ રૂટ ઉપર એક્સ્ટ્રા બસ દોડાવાશે. આ ઉપરાંત ઉના-દિવ રૂટ ઉપર વધુ ટ્રાફિક રહેતો હોય આગામી શનિ-રવિમાં તે રૂટ ઉપર પણ એક્સ્ટ્રા બસ મુકાશે. જામનગર, મોરબી, જૂનાગઢ સહિતના વધુ ટ્રાફિક રહેતો હોય તે તમામ રૂટ ઉપર એક્સ્ટ્રા બસ મુકાશે.

અન્ય સમાચારો પણ છે...