તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:યુગાન્ડાથી 30 બિઝનેસ ડેલિગેટ્સ રાજકોટ આવશે, પાર્ટ્સની ખરીદી માટે જુદી-જુદી ફેક્ટરીઓમાં વિઝિટ કરશે

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સૌરાષ્ટ્રના લઘુ અને મધ્યમ ઉદ્યોગને વધુ એક દેશમાં વેપારની તક વધશે, B2Bનું આયોજન

રાજકોટમાં બનતી મશીનરી અને સાધનો સાઇકલથી લઈને નાસામાં વપરાય છે. એક અંદાજ મુજબ વાર્ષિક 25 કરોડથી વધુ રકમની એન્જિનિયરિંગ પ્રોડક્ટ અમેરિકા, આફ્રિકા, યુ કે, કેનેડા સહિત વિશ્વભરમાં નિકાસ થાય છે ત્યારે વધુ એક દેશમાં રાજકોટની મશીનરીનો ઉપયોગ થશે. યુગાન્ડામાં શરૂ થનારી નવી ઇન્ડસ્ટ્રીઝમાં રાજકોટમાં બનેલી મશીનરી અને સાધનોનો ઉપયોગ થશે. યુગાન્ડા હાઈ કમિશનરે મશીનરી ખરીદવા માટેની તૈયારી બતાવી છે. આ મશીનરી ખરીદવા અને જોવા માટે યુગાન્ડાનું ડેલિગેશન 24 સ્પ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી ગુજરાતની મુલાકાત લેશે.

સોરાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ પરાગ તેજુરાએ જણાવ્યું હતું કે, યુગાન્ડામાં ડેરી, આઈસ્ક્રીમ પ્લાન્ટ, ટીસ્યુ પેપર પ્લાન્ટ, મકાઈની મિલ, પશુ આહાર બનાવવાના પ્લાન્ટ, ઘઉં પ્રોસેસિંગ પ્લાન્ટ, એડિબલ ઓઈલ, ઓઈલ મિલ, સુગર કેન ફેક્ટરી, દવા સહિતની અનેકવિધ ઇન્ડસ્ટ્રીઝ સ્થાપવા માટે જરૂરી મશીનરી અને સાધન સામગ્રી ખરીદી અર્થે આ ડેલિગેશન ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત લેશે તેમજ બી ટુ બી મીટ અર્થે રાજકોટ તેમજ અમદાવાદમાં રોકાશે. પહેલા તબક્કામાં યુગાન્ડાના ડેપ્યુટી હેડ ઓફ ગુજરાત મિશન કૈઝાલ આ પૂર્વે રાજકોટ સહિત વિવિધ સ્થળે ઇન્ડસ્ટ્રીઝની મુલાકાતે આવ્યા હતાં. બીજા તબક્કામાં 30 ઉદ્યોગપતિઓ સાથેનું ડેલિગેશન આવશે.

અન્ય સમાચારો પણ છે...