દુર્ઘટના:રાજકોટના કાંગશીયાળીના ચેકડેમમાં 3 યુવતીઓના ડૂબી જતા મોત, ફાયરની ટીમે મૃતદેહને બહાર કાઢ્યા

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાંગશીયાળી વચ્ચે આવેલા ચેકડેમમાં ન્હાવા ગયા હતા
  • ચેકડેમમાં કુલ પાંચ લોકો પડ્યા હતા જેમાંથી 3 યુવતીઓના ડૂબી જતા મોત થયા

રાજકોટના કાંગશીયાળી ગામમાં આવેલા ચેકડેમમાં કુલ પાંચ લોકો પડ્યા હતા જેમાંથી 3 યુવતીઓના ડૂબી જતા મોત થયા છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો ગયો હતો અને ત્રણેયના મૃતદેહને બહાર કાઢ્યા હતા. આ અંગે પોલીસે આકસ્મિક મોતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડેમમાં યુવતીઓ કઈ રીતે ડૂબી ગઈ તેનું કારણ અકબંધ છે. પ્રાથમિક તપાસમાં યુવતીઓ ઉંમર 18-24થી હોવાનું જાણવા મળ્યું છે.

પરિવારનો શોકમાં ગરકાવ થઇ ગયો હતો
પરિવારનો શોકમાં ગરકાવ થઇ ગયો હતો

108ને પણ જાણ કરવામાં આવી
પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ બ્રિગેડ તથા એમ્બ્યુલન્સને સ્થાનિક રહીશોએ ફોન કરીને માહિતી આપી હતી કે,આજે બપોરના સમયે દેવીપૂજક પરિવારની 18 વર્ષીય મૃતક કોમલબેન ચનાભાઈ દેવીપૂજક, 24 વર્ષીય મૃતક સોનલબેન કાળુભાઈ અને 35 વર્ષીય મૃતક મિઢુરબેન સહિત કુલ પાંચેક મહિલાઓ શાપર વેરાવળની નજીક આવેલ ઢોલરા-કાંગશીયાળી વચ્ચે આવેલા ચેકડેમમાં ન્હાવા ગયા હતા. આ દરમિયાન અચાનક મહિલાઓ ડૂબવા લાગી હતી. ઘટનાને પગલે સ્થળ પર હાજર રહેલા સ્થાનિકો દ્વારા ફાયર વિભાગ અને 108ને પણ જાણ કરવામાં આવી હતી.

ત્રણેયનાં મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા
ત્રણેયનાં મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા

ચેકડેમમાં જવા અંગેનું કારણ અકબંધ છે
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ-ફાયર અને 108 નો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને તુરંત ડૂબી રહેલી મહિલાઓ પૈકી બે મહિલાઓને સલામત બહાર કાઢવામાં આવી હતી. જો કે કોમલબેન, સોનલબેન અને મિઢુરબેન ઊંડા પાણીમાં ચાલી ગયા હતા. જેને લઈને આ ત્રણેયનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો. હાલ આ મહિલાઓનાં ચેકડેમમાં જવા અંગેનું કારણ અકબંધ છે.

કાંગશીયાળી વચ્ચે આવેલા ચેકડેમમાં ન્હાવા ગયા હતા
કાંગશીયાળી વચ્ચે આવેલા ચેકડેમમાં ન્હાવા ગયા હતા

3 દિવસ પહેલા આવો જ એક બનાવ બન્યો હતો
રાજકોટમાં 3 દિવસ પહેલા આવો જ એક બનાવ બન્યો હતો. જેમાં કાલાવડ રોડ પર લોધિકા પોલીસની હદ વિસ્તારમાં આવેલા એમેરાલ્ડ ક્લબ ખાતે સ્વિમિંગ પુલમાં નાહવા પડેલા 13 વર્ષના તરુણનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. વિઠલાણી પરિવારના એકના એક પુત્રનું આકસ્મિક મોત થતા પરિવારનો શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

કાંગશીયાળી ગામે મોટી દુર્ઘટના બની
કાંગશીયાળી ગામે મોટી દુર્ઘટના બની

પરિવારજનો તરુણને લઇ હોસ્પિટલ પહોંચ્યા
નિકેશભાઈ વિઠલાણી તેમના પરિવાર સાથે 3 દિવસ પહેલા રાજકોટના કાલાવડ રોડ પર આવેલા એમેરાલ્ડ ક્લબ ખાતે ફરવા માટે ગયા હતા. અહીં તેઓ સ્વિમિંગ પુલમા નાહવા માટે પરિવાર સાથે ગયા હતા. જેમાં તેમનો 13 વર્ષનો પુત્ર મૌર્ય પણ ટ્યુબના સહારે સ્વિમિંગ પુલમાં નાહવા ગયો હતો. જોકે કોઈ કારણોસર તરુણ ટ્યુબમાં ગરકાવ થઇ જતા પાણીમાં ડૂબી ગયો હતો. જેની જાણ થતા પરિવારજનો તરુણને લઇ હોસ્પિટલ પહોંચ્યા હતા.

મૃત્યુ પામતા પરિવાર શોકમાં ગરકાવ થયો
આજથી 3 દિવસ પહેલા નિકેશભાઈ તેમના પુત્રને લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જોકે આ સમયે ફરજ પર હાજર ડોક્ટરે બાળકને મૃત જાહેર કરતા પરિવારના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે નિકેશભાઈ વિઠલાણી જયરાજ વે-બ્રિજ ચલાવી રહ્યા છે અને સંતાનમાં તેમને એક જ પુત્ર હતો જે અકસ્માતે મૃત્યુ પામતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.