પોલીસનો દરોડો:સ્પાની આડમાં 3 મહિલા પાસે દેહવ્યાપાર કરાવાતો હતો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેડક રોડ હોલી ડ્રોપ સ્પામાં પોલીસનો દરોડો

શહેરમાં સ્પાની આડમાં ચાલતા વધુ એક કૂટણખાના પર પોલીસે દરોડો પાડ્યો છે. પેડક રોડ, ગાયત્રી કોમ્પ્લેક્સના બીજા માળે હોલી ડ્રોપ નામના સ્પા સેન્ટરમાં કૂટણખાનું ચાલતું હોવાની એલસીબી ઝોન 1ને માહિતી મળી હતી. જેના આધારે પીએસઆઇ વી.કે.ઝાલા સહિતના સ્ટાફે સ્પામાં એક ડમી ગ્રાહકને ખરાઇ કરવા મોકલ્યો હતો. ડમી ગ્રાહકે કૂટણખાનું ચાલતું હોવાની વાતને સમર્થન આપતો મેસેજ કરતા વોચમાં રહેલી પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ચાર રૂમ વાળા સ્પા સેન્ટરમાંથી એક પુરુષ અને ત્રણ મહિલા મળી આવી હતી.

પકડાયેલા શખ્સની પૂછપરછ કરતા તે વૈશાલીનગરમાં રહેતો ક્રિષ્ના દિલીપ દરજી હોવાનું અને તે બે મહિનાથી સ્પાનું સંચાલન કરતો હોવાનું તેમજ સ્પાનો માલિક સન્ની ભોજાણી હોવાનું જણાવ્યું છે. સ્પામાં આવતા ગ્રાહક પાસેથી રૂ.3 હજાર વસૂલવામાં આવતા હતા. તેમાંથી રૂ.1 હજાર મહિલાને આપવામાં આવતા હોવાનું અને છેલ્લા ત્રણ મહિનાથી સ્પાની આડમાં કૂટણખાનું ચાલતું હોવાનું તપાસમાં ખુલ્યું છે.

પોલીસે સ્પા સેન્ટરમાંથી રોકડા રૂ.4 હજાર તેમજ નેપાળી શખ્સનો મોબાઇલ કબજે કરી સંચાલન કરનાર શખ્સ અને તેના માલિક સામે ગુનો નોંધ્યો છે. બે દિવસ પહેલા કિસાનપરામાંથી પકડાયેલા ડેન હેવન સ્પાનો મિલપરામાં રહેતો માલિક સાગર છોટાલાલ ભોજાણીનો સન્ની ભાઇ હોવાનું જાણવા મળતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...