તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:આજી ડેમ ચોકડી નજીક રામપાર્ક પાસેથી ક્રાઇમ બ્રાંચે 500ની રદ થયેલી 36 લાખની નોટ સાથે 3 લોકોને ઝડપ્યાં

રાજકોટ4 મહિનો પહેલા
પોલીસે પકડેલ ત્રણ આરોપી - Divya Bhaskar
પોલીસે પકડેલ ત્રણ આરોપી

કેન્દ્ર સરકાર દ્વારા 2016માં રૂ.500 અને રૂ.1 હજારના દરની નોટ રદ કરવામાં આવી છે. તેમ છતાં રદ થયેલી લાખો રૂપિયાની નોટો પકડાઇ રહી છે. ત્યારે ચાર વર્ષ બાદ રાજકોટ શહેરની ભાગોળે આજી ડેમ ચોકડી નજીક રામપાર્ક પાસેથી ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે મૂળ જસદણના અને હાલ રામપાર્ક-3માં રહેતા હરેશ જેશંગભાઇ ચાવડા, તેનો પિતરાઇ ભાઇ દિલીપ બાઘાભાઇ ચાવડા અને મૂળ ધોરાજીનો અને હાલ વાવડીમાં રહેતા મેહુલ ઉર્ફે મૌલિક લાલજીભાઇ બાબરિયાને રૂ.500ના દરની રદ થયેલી રૂ.36 લાખની નોટ સાથે ઝડપી લીધા છે.

36 લાખની નોટો લઈને નીકળ્યા હતા
પીએસઆઇ એચ.બી.ધાંધલ્યાએ આપેલી માહિતી મુજબ, રામપાર્કમાં રહેતા અને ડ્રાઇવિંગ કામની સાથે ખેતીકામ કરતા હરેશ ચાવડાએ હાલ કામધંધામાં મંદી હોય તેની પાસે રૂ.500ના દરની 36 લાખની રદ થયેલી નોટ હોવાની તેના મિત્ર મેહુલ ઉર્ફે મૌલિકને ત્રણ દિવસ પહેલા વાત કરી હતી. જેથી મેહુલ ઉર્ફે મૌલિકે પોતાને સેટિંગ હોવાનું કહી રદ થયેલી નોટ વટાવી આપશેનું કહ્યું હતું. દરમિયાન નક્કી થયા મુજબ, શનિવારે હરેશ અને મૌલિક ભેગા થતા મૌલિકે રદ્દી નોટ લઇ આવવા કહ્યું હતું. જેથી હરેશે તેના પિતરાઇભાઇ દિલીપને ઘરેથી રદ થયેલી રૂ.500ના દરની 36 લાખની નોટ લઇ આવવા કહ્યું હતું.

પોલીસે પૂછપરછ હાથ ધરી
થોડા સમય પછી દિલીપ બાઇકમાં રદ થયેલી નોટો થેલામાં ભરીને લઇ આવતાની સાથે જ ત્રણેયને પકડી પાડ્યા હતા.ડ્રાઇવિંગ અને ખેતીકામ કરતા હરેશ પાસે આટલી બધી રદ્દી નોટો કયાંથી આવી તે અંગે કોઇ ચોક્કસ કારણ બતાવતો ન હોય તેમજ રદ થયેલી નોટો અન્ય કોઇની છે કે કેમ તે અંગે પૂછપરછનો દોર શરૂ કર્યો છે. જ્યારે ડ્રીપ ઇરિગેશનનું સેટઅપ કરી આપવાનું કામ કરતો મેહુલ ઉર્ફે મૌલિક કોની પાસે રદ થયેલી નોટ વટાવવાનો હતો તે અંગે પણ પોલીસે પૂછપરછ હાથ ધરી છે. હરેશને રદ થઇ ગયેલી 36 લાખની રદ નોટો વટાવી આપવા બદલ મેહુલ ઉર્ફે મૌલિકને 12 ટકા કમિશન મળવાનું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે પકડાયેલા ત્રણેય આરોપીની સાથે અન્ય શખ્સોની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો