તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટ રેલવે સ્ટેશનમાં યાત્રિકોની અવરજવર શરૂ થઇ છે, પરંતુ આ યાત્રિકો શ્રમિકો છે જેમને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમના વતન મોકલવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રવિવારે રાજકોટ સ્ટેશનથી એક જ દિવસમાં ત્રણ ટ્રેનમાં અંદાજિત 3 હજારથી વધુ શ્રમિકોને પોતાના વતન મોકલાયા હતા. રાજકોટથી સવારે 8.40 કલાકે બિહારની ટ્રેન 1228 શ્રમિક સાથે રવાના થઇ, 11.45 કલાકે બલિયા (ઉત્તરપ્રદેશ) 1130 શ્રમિક ગયા. રાત્રે 10 કલાકે રતલામ (મધ્યપ્રદેશ) માટેની ટ્રેન દોડાવાઈ હતી. રાજકોટથી શ્રમિકોને વતન મોકલતા પહેલા શ્રમિકોની મેડીકલ તપાસ કરાઈ હતી. શ્રમિકોને જમવા માટે ફૂડ પેકેટ પણ અપાયા હતા.
મોરબી, સુરેન્દ્રનગર, જામનગરથી ટ્રેન દોડાવી
શ્રમિકોને તેમના વતન મોકલવા માટે રાજકોટ સ્ટેશન ઉપરાંત રાજકોટ રેલવે ડિવિઝનમાં આવતા મોરબી, સુરેન્દ્રનગર અને જામનગર સ્ટેશન પરથી પણ શ્રમિક સ્પેશિયલ ટ્રેન દોડાવી હતી. રવિવારે સવારે 7:30 કલાકે મોરબીથી ભોપાલ (મધ્યપ્રદેશ) ટ્રેનમાં 1181 શ્રમિક મોકલાયા હતા. જ્યારે રાત્રે 11 કલાકે શાહજહાંપુર (ઉત્તરપ્રદેશ) ટ્રેનમાં 1200થી વધુ શ્રમિકો ગયા હતા. એવી જ રીતે સુરેન્દ્રનગરથી કાસગંજ (ઉત્તરપ્રદેશ)ની ટ્રેન સાંજે 5 કલાકે 1125 શ્રમિકો સાથે રવાના કરાઈ હતી. જામનગરથી રાત્રે 8:05 કલાકે શાહજહાંપુર (ઉત્તરપ્રદેશ)ની ટ્રેન 1616 શ્રમિકો સાથે રવાના થઇ હતી.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.