આગમન:ફ્રાન્સથી 3 રાફેલ હોલ્ટ કર્યા વગર જ 7364 કિમીનું અંતર કાપી જામનગર એરબેઝ પર પહોંચ્યા, આવતીકાલે અંબાલા જવા રવાના થશે

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જામનગરમાં કસ્ટમ વિધિ પૂરી થયા બાદ રાફેલ ફરી ઉડાન ભરીને અંબાલા એરબેઝ ખાતે પહોંચશે

ઈન્ડિયન એરફોર્સને આજે વધુ 3 રાફેલ ફાઇટર જેટ મળ્યા છે. ત્યારે હવે કુલ 8 રાફેલ થઈ ગયા છે. ત્રણેય રાફેલ ફ્રાંસથી ઉડ્ડયન શરૂ કર્યા પછી 7364 કિમીની સફર અટક્યા વિના પૂરી કરી આજે સાંજે 8.14 વાગ્યે ગુજરાતના જામનગર એરબેઝ પર લેન્ડ કરી ચૂક્યા છે. ઇન્ડિયન એરફોર્સથી મળતી માહિતી મુજબ, રાફેલ એરક્રાફ્ટ ભારત પહોંચી ગયા છે. રાત્રે 8.14 કલાકે તેને લેન્ડિંગ કર્યું છે. 3 રાફેલ ફાઈટર પ્લેનએ ફ્રાન્સથી સીધા જ જામનગર આવ્યા છે. ફ્રાન્સથી 7364 કિલોમીટરની સફર ક્યાંય પણ અટક્યા વિના પુરી કરવામાં આવી છે. રાફેલ આવતાંની સાથે ભારતમાં રાફેલની સંખ્યા 8 થઈ ગઇ છે. આ પ્લેન આવતીકાલે અંબાલા જવા રવાના થશે.

આ વખતે એકપણ જગ્યાએ હોલ્ટ કર્યા વગર રાફેલ જામનગર આવી પહોંચશે
ભારતીય વાયુસેનાનાં ત્રણ રાફેલ વિમાન આજે ફ્રાંસથી નોન-સ્ટોપ ઉડાન ભરીને આવી રહ્યાં છે, જે સૌપ્રથમ જામનગર ખાતે ઉતરાણ કરશે. ફ્રાંસથી જામનગર સુધી પહોંચતાં રાફેલને આઠ કલાક જેટલો સમય લાગશે. આ અગાઉ 29 જુલાઈના રોજ પાંચ રાફેલ પ્લેન ફ્રાંસથી ભારત આવી પહોચ્યાં હતાં અને આજે સાંજ સુધીમાં વધુ ત્રણ વિમાનો ભારત આવી પહોંચશે. આ સાથે જ દેશમાં રાફેલની સંખ્યા 8 થઇ જશે. વર્ષ 2016માં ભારતે ફ્રાંસ સાથે 58 હજાર કરોડમાં 36 રાફેલ જેટની ડીલ કરી હતી. આજે આવી રહેલાં ત્રણ રાફેલ પ્લેન નોન-સ્ટોપ 7364 કિમીની સફર કરીને જામનગર આવી પહોંચવાનાં છે. માટે હવામાં ફયુલ ભરવા માટે ફ્રાંસના એરફોર્સનું સ્પેશિયલ જેટ પણ હશે. સાંજ સુધીમાં ત્રણ રાફેલ જામનગર એરબેઝ પર આવી પહોંચે એવી શક્યતા છે.

જામનગરમાં લેન્ડ થનારાં ત્રણેય રાફેલ રાત્રિરોકાણ કરી આવતીકાલે અંબાલા એરબેઝ માટે ઉડાન ભરશે.
જામનગરમાં લેન્ડ થનારાં ત્રણેય રાફેલ રાત્રિરોકાણ કરી આવતીકાલે અંબાલા એરબેઝ માટે ઉડાન ભરશે.

ત્રણેય રાફેલ વિમાન જામનગર ખાતે જ રાત્રિરોકાણ કરશે
આ વિશે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ત્રણેય રાફેલ ફ્રાંસથી ઉડ્ડયન શરૂ કર્યા પછી 7364 કિમીની સફર અટક્યા વિના પૂરી કરશે. સાંજ સુધી ત્રણેય રાફેલ ગુજરાતના જામનગર આવી પહોંચવાની આશા છે. ત્રણેય રાફેલ સાંજ સુધીમાં જામનગર આવી પહોંચશે અને રાત્રિરોકાણ જામનગર કરશે. આવતીકાલે ગુરુવારે જામનગરથી અંબાલા એરબેઝ પર જવા ઉડાન ભરશે.

રાફેલનો સમાવેશ એરફોર્સની ગોલ્ડન એર સ્કવોડ્રનમાં કરાયો છે
ફ્રાન્સથી ઉડાન ભર્યા બાદ અડધા રસ્તા સુધી ફ્રાન્સનું હવામાંથી હવામાં ફ્યુલ ભરી શકતું વિમાન સાથે રહેશે. ખાડી દેશો સુધી રાફેલ આવ્યા બાદ ભારતીય વાયુસેનાના હવામાં ફ્યુલ આપી શકતાં આઈએલ-76 વિમાનો રાફેલની સાથે રહેશે, જે હવામાં જ ફ્યુલ ભરશે. ભારતમાં રાફેલ પહેલાં જામનગર ખાતે લેન્ડિંગ કરશે, જ્યાં કસ્ટમ વિધિ પૂરી થયા બાદ વિમાન ફરી ઉડાન ભરીને અંબાલા એરબેઝ ખાતે પહોંચશે. રાફેલનો સમાવેશ એરફોર્સની ગોલ્ડન એર સ્કવોડ્રનમાં કરાયો છે.

આ વખતે ત્રણેય રાફેલ હોલ્ટ કર્યા વગર જ જામનગર એરબેઝ પર આવી પહોંચશે.
આ વખતે ત્રણેય રાફેલ હોલ્ટ કર્યા વગર જ જામનગર એરબેઝ પર આવી પહોંચશે.

રાફેલની વિશેષતા શું છે?
- રાફેલનું ઉત્પાદન ફ્રાંસની ડસોલ્ટ એવિએશન કંપની દ્વારા કરાઈ રહ્યું છે.
- ભારતે ફ્રાંસ પાસેથી 36 રાફેલ ખરીદ્યાં છે, જે 2022 સુધીમાં ભારતને મળશે.
- રાફેલ એક મિનિટમાં 60 હજાર ફૂટની ઊચાઈ પર જઈ શકે છે.
- રાફેલની ફ્યુલ કેપેસિટી 17 હજાર કિલોગ્રામની છે.
- રાફેલ 24,500 કિગ્રા સુધીનું વજન લઈ જવા માટે સક્ષમ છે
- રાફેલ 60 કલાકની વધારાની ઉડાણ ભરી શકે છે.
- રાફેલ એક મિનિટમાં 18 હજારની ઊંચાઈ પર જઈ શકે છે.
- એક વખતમાં આ જેટ 3700 કિ.મી. સુધીની સફર કાપી શકે છે.
- રાફેલ હવાથી હવા અને જમીન બંને પર હુમલો કરનારી મિસાઇલથી સજ્જ છે.
- રાફેલ પર ઈલેક્ટ્રોનિક વૉરફેર સૂટ સ્પેક્ટ્રા લાગેલું હોય છે, જે કોઈપણ પ્રકારના દુશ્મનને શોધી શકે છે અને હથિયાર ચલાવી શકે છે.

ફ્રાંસથી જ રાફેલ વિમાનોને ભારતીય વાયુસેનાના પાયલોટ્સ ઉડાવીને વાલશે
ફ્રાંસથી જ રાફેલ વિમાનોને ભારતીય વાયુસેનાના પાયલોટસ ઉડાવીને લાવશે. આ પાયલટ્સ હાલમાં વિમાનની તાલીમ ફ્રાન્સમાં જ લઈ રહ્યા છે. વિમાનોને ભારત લાવવા માટે પણ ભારે પ્લાનિંગ ચાલી રહ્યું છે, કારણ કે ફ્રાન્સથી ભારત વચ્ચે રાફેલ વિમાન દુનિયાના સંખ્યાબંધ દેશોમાંથી પસાર થશે. આ દરમિયાન વિમાન પ્રતિ કલાક 1000 કિલોમીટર ઝડપથી ઉડાન ભરશે.

અન્ય સમાચારો પણ છે...