કોરોના રાજકોટ LIVE:શહેરમાં 2 દિવસમાં 3 પોઝિટિવ કેસ નોંધાયા, 3 દર્દી સારવાર હેઠળ, અત્યારસુધીમાં 63712 કેસ નોંધાયા

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • ગઈકાલે 3 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો

રાજકોટ શહેરમાં ગુરૂવારે એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. જ્યારે ગઈકાલે બે પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. બે દિવસમાં 3 કેસ નોંધાયા છે. ગઈકાલે 3 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જ્યારે સારવાર હેઠળ રહેલા દર્દીની સંખ્યા 3 થઈ છે. તેમજ શહેરમાં આજ સુધીમાં કોરોનાના કુલ 63712 કેસ નોંધાયા છે અને 63210 લોકો સ્વસ્થ બન્યા છે.

ગોંડલમાં બે દિવસ પહેલા યુવાનને કમળો ભરખી ગયો
બે દિવસ પહેલા બુધવારે ગોંડલના રોયલ પાર્કમાં 39 વર્ષીય યુવાન હિરેન પુરોહિતને કમળો ભરખી જતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. હિરેન પરિવારનો એકમાત્ર આધારસ્તંભ હતો. હિરેનને સંતાનમાં એક 7 વર્ષની અને એક 8 વર્ષની પુત્રી છે. બંને દીકરીએ પિતાને મુખાગ્નિ આપતા સ્મશાનમાં ગમગીન દૃશ્યો જોવા મળ્યા હતા. હિરેનના પિતા પણ હયાત નથી. બે દીકરીનું પાલન પોષણ હવે હિરેનની પત્ની પર આવી પડતા પરિવાર નોંધારો બન્યો છે.

હિરેનને રાજકોટ બાદ અમદાવાદ ખસેડાયો હતો
પ્રાપ્ત વિગત મુજબ, શહેરના કોટડાસાંગાણી રોડ પર આવેલા SRP ગેટની સામેના રોયલ પાર્ક 1માં રહેતા અને પ્રાઈવેટ ઓફિસમાં કામ કરી ઘરનું ગુજરાન ચલાવતા હિરેન દિનેશભાઈ પુરોહિતને 15 દિવસ પહેલા કમળાની તકલીફ થતાં ગોંડલ બાદ રાજકોટ અને અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તેમની સારવાર કારગત ન નીવડતા તેમણે બુધવારે અંતિમ શ્વાસ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...