તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ગોંડલ નગરપાલિકાના ઉપપ્રમુખ સહિત 3 શખ્સે વકીલને માર માર્યાે

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાજુ બાજુના પ્લોટમાં દીવાલ ચણવા બાબતે માથાકૂટ સર્જાઇ
  • એડવોકેટે ત્રણેય શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી

ગોંડલ શહેર પંથકના રાજકીય આગેવાનો છાશવારે માથાકૂટને લઇ ચર્ચાના ચકડોળમાં રહેતા હોય છે ત્યારે નગરપાલિકાના ઉપપ્રમુખ સહિતના બે શખ્સોએ પ્લોટના બાંધકામ દરમિયાન પાડોશી એડવોકેટ સાથે માથાકૂટ કરી માર મારતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.

આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ગોંડલ શહેરના યોગીનગર વિસ્તારમાં રહેતા ધારાશાસ્ત્રી પરેશભાઈ હિંમતલાલ રાવલ (ઉ.વ. 49) એ સિટી પોલીસ મથકમાં ગોંડલ નગરપાલિકાના ઉપપ્રમુખ સંજય સોની, બિટ્ટુભાઈ જાડેજા અને મયુર નામના શખ્સો વિરુદ્ધ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પીએસઆઇ બી એલ ઝાલાએ આઇપીસી કલમ 323, 504, 506 (2), 114 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પરેશભાઈ રાવલે આ બનાવ અંગે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓએ ચાર માસ પહેલા મોટી બજારમાં 84 વારનો પ્લોટ ખરીદ કર્યો હોય જેની આગળ બિટ્ટુભાઈ જાડેજા અને નગરપાલિકાના ઉપપ્રમુખ સંજય સોનીએ પ્લોટ ખરીદ્યા હોય આ પ્લોટના ચણતર બાબતે દિવાલમાં સહિયારો ભાગ આવતો નથી તેવું જણાવેલ તેમ છતાં કોલમ ઉભા કરેલા હોય તે બાબતે સંજય સોનીએ પ્લોટનો ભાગ માપવા બોલાવ્યા હતા અને સાથે બિટ્ટુ ભાઈ જાડેજા અને મયુરને પણ બોલાવી લીધા હતા પછી ત્રણેએ એકસંપ કરી હુમલો કર્યો હતો. વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...