તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:બૂટલેગર સહિત 3 શખ્સ 78 બોટલ સાથે પકડાયા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાતૈયા ગામેથી દારૂ સાથે 3 ઝડપાયા

પોલીસે જુદા જુદા સ્થળે દરોડો પાડી વિદેશી દારૂની બોટલ સાથે 6 શખ્સને પકડી પાડ્યા છે. શહેરની ભાગોળેથી ગત રાતે મસ મોટો દારૂ પકડાયા બાદ પોલીસ દ્વારા હાઇવે પર વાહન ચેકિંગ શરૂ કર્યું હતું. ત્યારે એરપોર્ટ પોલીસના બેટી પુલ પાસે વાહન ચેકિંગ દરમિયાન એક કારને આંતરી હતી. કારમાં અગાઉ અનેક વખત વિદેશી દારૂના ગુનામાં પકડાઇ ચૂકેલો રતનપરનો લક્કીરાજ રઘુવીરસિંહ ઝાલા ઉપરાંત રામધામ સોસાયટીના વિક્રમ ઉર્ફે વિક્કી કિશોરસિંહ જાડેજા અને કુલદીપ નરેન્દ્રસિંહ જેઠવા જોવા મળ્યા હતા.

લક્કીરાજ નામચીન બૂટલેગરો હોય કારની તલાશી લેતા અંદરથી રૂ.31 હજારના કિંમતની વિદેશી દારૂની 78 બોટલ મળી આવી હતી. રૂપિયા 3.40 લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણેય દારૂ ક્યંથી લાવ્યા તે સહિતની પૂછપરછનો દોર શરૂ કર્યો છે.

બીજો દરોડો લોધિકા પોલીસે રાતૈયા ગામની સીમમાં શૈલેષ ઉર્ફે મહાદેવ મકવાણાની વાડીમાં પાડ્યો હતો. અહીંથી પોલીસે શૈલેષ ઉપરાંત અશોક સુખા સીતરિયા, જયદીપ ઉર્ફે લાલો પ્રતાપ નિમાવતને વિદેશી દારૂની 85 બોટલ સાથે પકડી પાડ્યા હતા. પોલીસે દારૂ ઉપરાંત કાર, બે બાઇક પણ કબજે કર્યા છે. પ્રાથમિક પૂછપરછમાં રાજકોટના અનિલસિંહ ઠાકુરે વિદેશી દારૂ મોકલ્યો હોવાની કેફિયત આપતા તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...