રાજકોટ પોલીસની કાર્યવાહી:7 કિલો ગાંજા સાથે ઝડપાયેલી મહિલા સહિત 3 શખસના પાસા મંજૂર, બેને અમદાવાદ અને એકને કચ્છ જેલમાં ધકેલાશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે આરોપીઓની ગાંજા સાથે ધરપકડ કરી હતી. - Divya Bhaskar
પોલીસે આરોપીઓની ગાંજા સાથે ધરપકડ કરી હતી.
  • પોલીસે ગાંજાનો જથ્થો, રિક્ષા, રોકડ સહિત 1.43 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો

રાજકોટમાં શેરખાન ઉર્ફે શેરીયો બહાદુરખાન પઠાણ અને જાહીદ ઉર્ફે જાવલો આદમાણી રૂ.76,000 હજારની કિંમતના 7.600 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપાયા હતા. પોલીસે ગાંજાનો જથ્થો, રિક્ષા, બે મોબાઈલ અને રોકડ મળી કુલ 1.43 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પૂછપરછમાં હિતેષ ઉર્ફે બન્ટી અને રોશન ઉર્ફે ગુડ્ડીનું નામ પણ ખુલ્યું હતું. આ તમામ સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી મોકલવામાં આવી હતી. જેમાં રોશન, અફઝલ અને જાહીદના પાસાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. બેને અમદાવાદ અને એકને કચ્છ જેલમાં ધકેલાશે

પોલીસે પાસમાં ધકેલવા તજવીજ હાથ ધરી
જંગલેશ્વર હુશેનીચોક શેરી નં. 2માં રહેતા અફઝલ બેલીમને ભાવનગર જેલમાં, જંગલેશ્વર શેરી નં.15માં હુશેની ચોક મહેબુબ પાનની દુકાન સામેની શેરીમાં રહેતા જાહીદને અમદાવાદ મધ્યસ્થ જેલમાં, માંડાડુંગર ઢાળીયા પાસે ભીમરાવનગર શેરી નં. 26માં રહેતા હિતેષને અમદાવાદ મધ્યસ્થ જેલમાં, જંગલેશ્વર શેરી નં. 7/8ના ખુણે કનૈયા ચોક જીલાની પાન પાસે રહેતી રોશનને ખાસ જેલ પાલારા કચ્છ-ભુજ ખાતે મોકલવા તજવીજ કરવામાં આવી છે.

રાજકોટ પોલીસે કામગીરી કરી
ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, DCP ઝોન-1 પ્રવિણકુમાર, ACP એચ.એલ. રાઠોડની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ ભક્તિનગર પોલીસ મથકના PI એલ.એલ. ચાવડા તથા પીસીબીના PI કે.એ વાળા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.