તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સોશિયલ ડિસ્ટન્સનો ભંગ બદલ વધુ 3 ચાની દુકાનને દંડ, 34 માસ્ક વગર પકડાયા

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ મહાનગરપાલિકાએ શહેરમાં સોશિયલ ડિસ્ટન્સ અને ફરજિયાત માસ્ક અંગે કડક ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આનંદ બંગલા ચોક ખાતે જય દ્વારિકાધીશ ટી સ્ટોલ, જવાહર રોડ પર મોમાઇ ટી સ્ટોલ, સહકાર મેઇન રોડ પર દ્વારિકાધીશ ટી સ્ટોલ ખાતે લોકોના ટોળાં એકત્ર થતા બે-બે હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શહેરમાં 34 લોકો માસ્ક વગર ફરતા નજરે પડતા તેમની પાસેથી એક એક હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. કોરોના સંક્રમણ અટકાવવા માટે માસ્ક ફરજિયાત પહેરવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, પરંતુ અનેક સ્થળો પર લોકો માસ્ક વગર જોવા મળે છે અથવા માસ્ક ગળા પર રાખવામાં આવ્યું હોય છે.

અન્ય સમાચારો પણ છે...