ઉઘરાણીના નામે છેડતી:પડધરીમાં 'તારો ઘરવાળો 30 ખાઈ ગયો છે' કહી 3 શખ્સોએ પરિણીતાની છેડતી કરી

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાની પરિણીતાની છેડતી થયા અંગે પડધરી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં આરોપી તરીકે બોડીઘોડી ગામના ભાવેશ, વેલજી અને દેવાભાઈ પટોડીયાનું નામ આપ્યું છે.

મારી છેડતી કરી હતી
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. 17.05.2023 ના રોજ સાંજના 4.15 વાગે હું મારા ઘરની બહાર ઉભી હતી ત્યારે આરોપી ભાવેશભાઈ વેલજીભાઈ પટોડીયા આવીને મને કહેલ કે તારો ઘરવાળો મારા 30,000 ખાઈ ગયો છે. જેથી મેં કહેલ કે તમારા અમે 30,000 રૂપીયા લીધેલ નથી. જેથી ભાવેશે મારો હાથ પકડીને મારી છેડતી કરી હતી જેથી મેં રાડો પાડતા વેલજીભાઈ પટોડીયા તથા દેવાભાઈ પટોડીયા આવી ગયા હતા. વેલજીભાઈના હાથમાં પત્થર હતો અને તેઓએ મને કહેલ કે, મારા દીકરા ભાવેશના 30,000 રૂપીયા કેમ ખાઇ ગયા છો. તેમ કહીને મને જેમ તેમ અપશબ્દો બોલતા હતા.

પરીવારને જાનથી મારી નાખીશું
તેવામાં મારા પતિ તથા ગામના બીજા લોકો આવી ગયેલ અને મને વચ્ચે પડી છોડાવેલ અને આ ત્રણેયે જતા જતા અપશબ્દો બોલતા કહેલ કે, તને તથા તારા પરીવારને જાનથી મારી નાખીશું. હાલ પડધરી પોલીસે મહિલાની ફરિયાદ પરથી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.