આરોગ્ય સાથે ચેડા:રાજકોટમાં ઓશો મેડિકેરની રિમોક્સ સહિત હેલ્ધી હર્બલની 3 ખાદ્યચીજ મિસ બ્રાન્ડ, અનામના ઘૂઘરા સહિત 10 ફરસાણની દુકાનમાં ચેકિંગ

રાજકોટ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોગ્ય વિભાગે મિસ બ્રાન્ડ જાહેર કરેલી ખાદ્યચીજવસ્તુઓ. - Divya Bhaskar
આરોગ્ય વિભાગે મિસ બ્રાન્ડ જાહેર કરેલી ખાદ્યચીજવસ્તુઓ.
  • ગોંડલ રોડ પર દ્વારકાધીશ ડેરી ફાર્મમાંથી દૂધના બે નમૂના લેવાયા

રાજકોટ મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હેલ્ધી હર્બલની 3 ચીજવસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં ફૂડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું જાહેર થતા ત્રણ કંપનીને મિસબ્રાન્ડ જાહેર કરવામાં આવી છે. આજે આરોગ્ય વિભાગની ટીમે શહેરના પ્રખ્યાત અનામના ઘૂઘરા સહિત 8 ફરસાદણની દુકાનમાં ચેકિંગ કર્યું હતું.

મિસબ્રાન્ડ જાહેર થયેલી ચીજવસ્તુઓ
1.
પરિવાર વેલનેસ આઇ એન સી.,(ગોડાઉન)- શ્રમજીવી સોસા. 2/5 કર્મયોગ મકાન ની સામે, ઢેબર રોડ, રાજકોટ ખાતેથી પરેશભાઈ હરીલાલ ચોવટિયા પાસેથી લેવાયેલી ખાદ્યચીજ બોન્ટોન સીરપ વીથ હર્બલ સપ્લીમેન્ટ ફોર હેલ્થ સપોર્ટ (450 MLની બોટલ)નો નમૂનો લેવામાં આવ્યો હતો. તપાસ બાદ રિપોર્ટમાં FSSAI લોગો, હેલ્થ સપ્લીમેન્ટની ન્યુટ્રાસ્યુટીકલ, ડાયેટરી યુઝ, સ્પેશિયલ મેડિકલ પર્પઝ, બાળકોથી દૂર રાખવા અંગેની ચેતવણીની વિગતો દર્શાવી ન હોવાથી મિસબ્રાન્ડેડ ફૂડ જાહેર થયું છે.

2. ઓશો મેડિકેર- ઓશો હોસ્પિટલ, ઢેબર રોડ, એસ ટી. બસ પોર્ટ, ત્રીજો માળ, રાજકોટ ખાતેથી મીનલબેન પરેશભાઈ ચોવટિયા પાસેથી લેવાયેલી ખાદ્યચીજ RIMOKS (60 ટેબ્લેટ પેકિંગ)નો નમૂનો લેવામાં આવ્યો હતો. તપાસ બાદ રિપોર્ટમાં FSSAI લોગો, હેલ્થ સપ્લીમેન્ટની ન્યુટ્રાસ્યુટીકલ, ડાયેટરી યુઝ, સ્પેશીયલ મેડિકલ પર્પઝની વિગતો દર્શાવી ન હોવાથી મિસબ્રાન્ડેડ ફુડ જાહેર થયું છે.

3. ઓશો મેડિકેર- ઓશો હોસ્પિટલ, ઢેબર રોડ, એસ ટી. બસ પોર્ટ, ત્રીજો માળ, રાજકોટ ખાતેથી મીનલબેન પરેશભાઈ ચોવટિયા પાસેથી લેવાયેલ ખાદ્યચીજ NEFRASAY- હર્બલ સપ્લીમેન્ટ સીરપ (DIETARY SUPPLEMENT) (450 ML બોટલ)નો નમૂનો લેવામાં આવ્યો હતો. તપાસ બાદ રિપોર્ટમાં FSSAI લોગો તથા ઉત્પાદકનું પૂરું સરનામું દર્શાવ્યું ન હોવાથી મિસ બ્રાન્ડેડ ફૂડ જાહેર થયું છે.

આજે દૂધના 2 નમૂના લેવાયા
ફૂડ સેફ્ટી ઓન વ્હિલસ વાન સાથે સાધુ વાસવાણી રોડ, પુષ્કરધામ મેઇન રોડ વિસ્તારમાં આવેલા ફરસાણના ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 10 ફૂડ બિઝનેસ ઓપરેટરની વપરાશમાં લેવાતા ખાદ્ય તેલની TPC વેલ્યુની ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ગોંડલ રોડ પર આવેલી દ્વારકાધીશ ડેરી ફાર્મમાંથી અમુલ ગોલ્ડ પાશ્ચુરાઈઝડ ફૂલ ક્રીમ મિલ્ક (500 ML પેક) અને અમુલ તાઝા પાશ્ચુરાઈઝડ ટોન્ડ મિલ્ક (500 ML પેક)ના નમૂના લેવામાં આવ્યા હતા.

ફરસાણની 10 દુકાનમાં ખાદ્ય તેલની TPC વેલ્યુની ચકાસણી કરવામાં આવી.
ફરસાણની 10 દુકાનમાં ખાદ્ય તેલની TPC વેલ્યુની ચકાસણી કરવામાં આવી.

ફરસાણની દુકાનોમાં ચેકિંગ કરાયું
1. સ્વાતિ ગાંઠીયા હાઉસ
2. ઉમિયાજી ફરસાણ
3.મિસ્ટર પટેલ ગાંઠીયા
4. શ્રીનાથજી ફરસાણ
5. મહાદેવ ગાંઠીયા
6. એસ. કે. ફૂડ
7.હેક ચાર્ટ્સ
8. અનામ ઘૂઘરા
9. હરભોલે ફરસાણ
10. મહાવીર ફરસાણ

અન્ય સમાચારો પણ છે...