• Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • 3 Gangs Active For Stealing Sand From Bhadar River Between Khakhadabela, Aji Of Haripar And Gondal Upleta: I Started Complaining Till Gandhinagar

ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:ખાખડાબેલા, હરિપરની આજી અને ગોંડલ-ઉપલેટા વચ્ચેની ભાદર નદીમાંથી રેતીચોરી કરવા 3 ગેંગ સક્રિય : એકબીજાને પાડી દેવા ગાંધીનગર સુધી ફરિયાદનો મારો શરૂ કર્યો

રાજકોટ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ખનીજચોરી માટે એક જ હાઈવે પરની બે ગેંગે એકબીજાના વિસ્તાર ઓળંગ્યા, કામગીરીમાં ભાગીદાર રાખ્યા અને ઊભી થઈ ત્રીજી ગેંગ

રાજકોટ જિલ્લામાંથી નદી અને ડેમમાં હોડી મૂકી તળિયામાંથી રેતી ચોરવાનું સતત બીજી વખત કૌભાંડ પકડાયું છે બધાને ખબર છે કે પડદા પાછળ મોટા માથાઓ છે પણ આ મોટામાથાઓ વચ્ચે જ હવે માથાકૂટ વધતા ગેંગવોર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે.

નદી અને ડેમમાં હોડી મૂકી તળિયામાંથી રેતી ચોરી
નદી અને ડેમમાં હોડી મૂકી તળિયામાંથી રેતી ચોરી

ડેમ અને નદીમાં હોડી મૂકી રેતી કાઢવામાં આવે છે
રાજકોટમાં ચોટીલાથી શરૂ કરીને છેક પોરબંદર સુધીનો હાઈવે લાગુ પડે છે આ માર્ગ ખનીજચોરી માટે સૌથી કુખ્યાત છે. આ જ હાઈવે પર ખનીજચોરી કરતી બે ગેંગ વર્ષોથી કાર્યરત છે અત્યાર સુધી એકબીજાના વિસ્તાર કે કામમાં આડે આવ્યા ન હતા પણ નવી પેઢી ધીરે ધીરે કામગીરીમાં દખલ દેતા તેમજ ખનીજના ભાવ આસમાને જતા દાઢ ડણકતા એકબીજાના વિસ્તાર ઓળંગવાના શરૂ કર્યા છે. એમાં પણ ડેમ અને નદીમાં હોડી મૂકી નદીના પટમાંથી ચોખ્ખી રેતી કાઢવાનું શરૂ થતા લાલચ વધુ જાગી છે.

એક બીજાની ખનીજચોરી પકડાવવાં ગાંધીનગર ફરિયાદ
સૌથી પહેલા ગોંડલ અને ઉપલેટા વચ્ચે ભાદર નદીમાં આ કૌભાંડ થયું હતું. બાદમાં બંને ગેંગ એકબીજાના વિસ્તાર ઓળંગવા લાગી એક ગેંગ સીધી ખાખડાબેલા પહોંચી અને ત્યાં ખનીજચોરીનો કાળો કારોબાર ચાલુ કર્યો વધુ કામ ઝડપી બને એટલે રાજકોટ તાલુકાના કેટલાક શખ્સોને ભાગીદારીમાં રાખ્યા હતા તેમની સાથે કોઇ મામલે રકઝક થતા નવા ભળેલા શખ્સોએ પોતાની અલગ જ ગેંગ ઊભી કરી. આ કારણે ખાખડાબેલા અને હરિપર એમ બંને ગામ વચ્ચે જ ખનીજચોરીની હરીફાઈ થઈ અને હાઈવે પરની જૂની ગેંગ પણ સક્રિય જ છે. કોઇ એક જગ્યાએ ખનીજચોરી પકડાય એટલે તે ગેંગ બીજા ગેંગની ખનીજચોરી પકડાવા માટે છેક ગાંધીનગર સુધી ફરિયાદ કરે. આ રીતે બધી ગેંગ એકબીજા પર ફરિયાદોનો દોર ચાલુ રાખે છે પણ તેમાં પકડાય છે માત્ર નાના માણસો અને તેના નામે જ દંડ ભરીને ભીનું સંકેલી લેવાય છે.

આ મુદ્દે તપાસ થાય તો ગેંગ પકડાઈ શકે

 • જે વાહનો પકડાય છે તે જેના નામના છે તે ખરેખર કામ શું કરે છે.
 • જે વ્યક્તિ વાહન સાથે પકડાય છે તેના સંપર્કમાં કોણ કોણ છે તે વિગત માટે કોલ ડિટેઈલ નીકળતી નથી.
 • જે વ્યક્તિ દંડ ભરે છે તે ખરેખર લાખોનો દંડ ભરી શકે તેવી ક્ષમતા ધરાવે છે કે નહિ તે પૈસા ક્યાંથી લાવ્યો કોણે આપ્યા?
 • નદીઓમાંથી બાર્જ પકડાયા તે કોની માલિકીના? કોણે બનાવ્યા? ક્યાંથી આવ્યા?
 • આરટીઓ શા માટે ઓવરલોડિંગ મામલે કાર્યવાહી કરતું નથી.
 • ચોરીથી લેવાયેલું ખનીજ ક્યાં જાય છે? કેટલા ભાવે વેચાય છે?
 • જે ફરિયાદ આવે છે તે કોના નામની છે અને કઈ ખનીજચોરી પછી જ આવે છે?

હરિપર ગામની ખનીજચોરીમાં પકડાયેલી રેતીચોરીમાં 35થી 40 લાખના દંડની તૈયારી
હરિપર ગામેથી નદીમાં થતી ગેરકાયદે ખનીજચોરી સ્ટેટ મોનિટરિંગ સેલે પકડી પાડી છે. સ્થળ પરથી 1 હિટાચી મશીન, 6 ડમ્પર, 7 બાર્જ, 4 બાઈક સહિત સહિત આશરે 2 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને ખાણખનીજ વિભાગને સોંપ્યો હતો. બે ટ્રકમાં રેતી ભરેલી હતી પણ ટીમ પહોંચે ત્યાં ખનીજચોરો નાસી ગયા હતા અને તમામ ટ્રક અને મશીનો બિનવારસી હાલતમાં મળ્યા હતા. સ્થળ પર જ રાખેલા મશીનો પર દંડ કરાય તો ફરીથી ખનીજચોરી ચાલુ થઈ શકે છે તેથી નદીમાંથી વિશાળ બાર્જ અને નદીના તળિયામાંથી રેતી ખેંચવા માટે વપરાતા સેક્શન મશીન સહિતનો માલ ત્યાંથી ખસેડી મામલતદાર કચેરીએ મૂકવા તજવીજ હાથ ધરાઈ છે.

હાલ જે માલ સામાન જપ્ત કરાયો છે તે બદલ જ 35થી 40 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે કારણ કે દરેક મોટા મશીન બદલ 2 લાખ અને વાહન બદલ 1 લાખ તેમજ રેતીચોરી કરવાના રોજકામ અને પર્યાવરણને નુકસાનીના પરિબળો તેમાં જોડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...