તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
થર્ટી ફર્સ્ટને માત્ર 24 કલાક બાકી છે ત્યારે રાજકોટના પ્યાસીઓ પાર્ટી કરવા છાનેખૂણે દારૂ શોધી રહ્યાં છે. ત્યારે જ આજે પોલીસે રાજકોટના સોખડા ગામે પોલીસે ત્રણ કરોડના દારૂ પર બૂલડોઝર ફેરવી દારૂનો નાશ કર્યો હતો. શહેરના તમામ પોલીસ મથકો સહિત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે દારૂ ઝડપાયો હતો તેનો આજે નાશ કરવામાં આવ્યો છે. હજારો બોટલ પર બૂલડોઝર ફરતા પ્યાસીઓનો જીવ બળી જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સૌથી વધુ દારૂ ઝડપાયો
રાજકોટ નજીકના સોખડા ગામે પોલીસ વહેલી સવારથી ટ્રકમાં દારૂનો જથ્થો ભરી ખુલ્લા મેદાનમાં લાઈનબંધ બોટલો ગોઠવતી નજરે પડી હતી. ત્યારબાદ ત્રણ કરોડની કિંમત જેટલા દારૂ પર બૂલડોઝર ફેરવી બોટલો ફોડી તેનો નાશ કરવામાં આવ્યો હતો. જાણવા મળતી વિગત મુજબ સૌથી વધુ દારૂ ક્રાઇમ બ્રાન્ચ દ્વાર પકડી પાડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, દર ત્રણ અને પાંચ મહિને ઝડપાયેલા દારૂનો આ રીતે નાશ કરવામાં આવે છે. પરંતુ આ વખતે પોલીસે થર્ટી ફર્સ્ટનો આગલો દિવસ પસંદ કર્યો હતો.
છેલ્લા એક માસમાં રાજકોટમાં દોઢ કરોડથી વધુ કિંમતનો દારૂ ઝડપાયો
31 ડિસેમ્બર પહેલા રાજકોટમાં દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. ત્યારે દારૂબંધીની કડક અમલવારી કરાવવા માટે શહેર પોલીસ કમિશનર દ્વારા ક્રાઇમ બ્રાન્ચ , SOG ઉપરાંત તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત છેલ્લા એક મહિનાથી રાજકોટ શહેર પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ દોઢ કરોડથી વધુ કિંમતનો વિદેશી દારુનો જથ્થો ઝડપાયો છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.