તંત્ર આકરા પાણીએ:રાજકોટમાં સિટી બસમાં ગેરરીતિ આચરતા 3 કંડક્ટરને હાંકી કાઢ્યા, મારૂતિ ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ રૂ. 2.76 લાખનો દંડ

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

રાજકોટ શહેરમાં દોડતી બીઆરટીએસ અને સિટી બસમાં મનપા દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવેલ. ચેકીંગ દરમ્યાન ગેરરીતિ આચરનાર 3 કંડકટરને ફરજમુક્ત કરવામાં આવ્યા છે. 8ને ટેમ્પરરી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે કામમાં ક્ષતિ બદલ મારૂતિ ટ્રાવેલ્સને રૂ.2.76 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

અલ્ટ્રામોડેન એજન્સીને રુ.11,500ની પેનલ્ટી કરાઈ
રાજકોટ રાજપથ કંપનીના રિપોર્ટમાં જણાવ્યા મુજબ તા.25-07થી તા.31-07 સુધીમાં 1,13,500 કિ.મી. ચાલેલી સિટી બસમાં 2.19 લાખ મુસાફરો ફર્યા હતા. આ બસ સેવામાં જુદી-જુદી ક્ષતિ બદલ 10,500 કિ.મી. લેખે બસ ઓપરેટર મારુતિ ટ્રાવેલ્સને 2.76નો દંડ કરવામાં આવ્યો છે તો ફેર કલેકશન કરતી અલ્ટ્રામોડેન એજન્સીને રુ.11,500ની પેનલ્ટી કરાઈ છે.

1 મુસાફર ટીકીટ વગર ઝડપાયો
સિટી બસમાં ટીકીટ વગર પકડાયેલા 1 મુસાફર પાસેથી રુા..110નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. આ જ રીતે બીઆરટીએસ રુટ પર દોડતી 18 ઇલે. બસમાં અઠવાડિયામાં 1.58 લાખ મુસાફરોએ લાભ લીધો હતો