તંત્ર આકરા પાણીએ:રાજકોટમાં સિટી બસમાં ગેરરીતિ બદલ 3 કંડકટર ફરજમુક્ત, કામમાં ક્ષતિ બદલ મારૂતિ ટ્રાવેલ્સને રૂ.2.97 લાખનો દંડ ફટકારાયો

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • ટીકીટ વગર ફરતા 20 મુસારો ઝડપાતા રુ.2,200ની પેનલ્ટી કરાઈ

રાજકોટ શહેરમાં દોડતી બીઆરટીએસ અને સિટી બસમાં મનપા દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવેલ. ચેકીંગ દરમ્યાન ગેરરીતિ આચરનાર 3 કંડકટરને ફરજમુક્ત, 12ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે કામમાં ક્ષતિ બદલ મારૂતિ ટ્રાવેલ્સને રૂ.2.97 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

અલ્ટ્રામોડેન એજન્સીને રુ.37,200ની પેનલ્ટી કરાઈ
રાજકોટ રાજપથ કંપનીના રિપોર્ટમાં જણાવ્યા મુજબ તા.30-5થી તા.05-06 સુધીમાં 1,12,700 કિ.મી. ચાલેલી સિટી બસમાં 1.96 લાખ મુસાફરો ફર્યા હતા. આ બસ સેવામાં જુદી-જુદી ક્ષતિ બદલ 8,500 કિ.મી. લેખે બસ ઓપરેટર મારુતિ ટ્રાવેલ્સને 2,97,500નો દંડ કરવામાં આવ્યો છે તો ફેર કલેકશન કરતી અલ્ટ્રામોડેન એજન્સીને રુ.37,200ની પેનલ્ટી કરાઈ છે.

રાજ સિક્યુરીટી એજન્સીને રુા.2,926નો દંડ કરાયો
સિટી બસમાં સિક્યુરીટી સંભાળતી નેશનલ સર્વિસને રુા.2,926ની પેનલ્ટી કરાઈ છે જયારે ટીકીટ વગર પકડાયેલા 20 મુસાફર પાસેથી રુા..2,200નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. આ જ રીતે બીઆરટીએસ રુટ પર દોડતી 18 ઇલે. બસમાં અઠવાડિયામાં 1.58 લાખ મુસાફરોએ લાભ લીધો હતો