ફોર્મ ઉપડ્યા, નામાંકન એકનું:રાજકોટની 8 બેઠક પર 3 દિવસમાં 254 ઉમેદવારી ફોર્મ ઉપડ્યા, રાજકોટ દક્ષિણની બેઠક પર અપક્ષમાંથી એકનું નામાંકન

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુ દ્વારા સત્તાવાર યાદી જાહેર કરી છે. - Divya Bhaskar
રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુ દ્વારા સત્તાવાર યાદી જાહેર કરી છે.

રાજકોટ જિલ્લાની 8 વિધાનસભા બેઠકોની ચૂંટણી માટે આજે આશરે 47 ફોર્મ ઉપડ્યા હોવાનું જિલ્લા ચૂંટણીતંત્રની યાદીમાં જણાવવામાં આવ્યું છે. આ સાથે અત્યારસુધીમાં આશરે 254 ફોર્મ ઉપડ્યા છે. જ્યારે રાજકોટ દક્ષિણ બેઠક માટે એક વ્યક્તિનું નામાંકન આવ્યું છે. જેમાં અમરદાસ ભીમદાસ દેસાણીએ અપક્ષમાંથી ઉમેદવારી કરતા ત્રણ ફોર્મ રજૂ કર્યા છે. આજ સુધી કોઈ રાજકીય પક્ષના ઉમેદવારનું ફોર્મ આવેલું નથી. જિલ્લાના અધિક ચૂંટણી અધિકારી એસ.જે. ખાચરના માર્ગદર્શનમાં હાલ ઉમેદવારી ફોર્મ ભરવા, પોસ્ટલ બેલેટ માટે ફોર્મ 12-ડી ભરાવવા સહિતની પ્રક્રિયા ચાલી રહી છે.

8 બેઠક માટે આજે અને કુલ કેટલા ફોર્મ ઉપડ્યા
આજે 68-રાજકોટ પૂર્વ બેઠક માટે 10, અને આજસુધીમાં 48 ફોર્મનો ઉપાડ થયો છે. 69-રાજકોટ પશ્ચિમ બેઠક માટે આજે 4 અને કુલ 35 ફોર્મ, 70-રાજકોટ દક્ષિણ બેઠક માટે આજે 11 અને કુલ 38 ફોર્મ, 71-રાજકોટ ગ્રામ્ય (અનુસૂચિત જાતિ) બેઠક માટે આજે 4 અને કુલ 34 ફોર્મ, 72-જસદણ વિધાનસભા બેઠક માટે આજે 0 અને કુલ 21 ફોર્મ, 73-ગોંડલ વિધાનસભા બેઠક માટે આજે 11 અને કુલ 36 ફોર્મ, 74-જેતપુર વિધાનસભા માટે આજે 2 અને કુલ 25 ફોર્મ અને 75-ધોરાજી બેઠક માટે આજે 5 ફોર્મના ઉપાડ સાથે કુલ 17 ફોર્મ વિવિધ વ્યક્તિઓ લઈ ગયા છે.
ગઇકાલે 142 ફોર્મ ઉપડ્યા હતા
ગઈકાલે 142 ફોર્મ ઉપાડ્યા હોવાનું જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. જો કે ગઈકાલે પણ એકપણ નામાંકન ફોર્મ ભરાઈને આવ્યું નહોતું. પહેલા દિવસે એટલે કે શનિવારે 81 ફોર્મ ઉપડ્યા હતા. ગઈકાલે 68-રાજકોટ પૂર્વ બેઠક માટે 26, 69-રાજકોટ પશ્ચિમ બેઠક માટે 18 ફોર્મ, 70-રાજકોટ દક્ષિણ બેઠક માટે 27 ફોર્મ, 71-રાજકોટ ગ્રામ્ય (અનુસૂચિત જાતિ) વિધાનસભા બેઠક માટે 10 ફોર્મ, 72-જસદણ બેઠક માટે 14 ફોર્મ, 73-ગોંડલ બેઠક માટે 20 ફોર્મ, 74-જેતપુર વિધાનસભા માટે 21 ફોર્મ, 75-ધોરાજી વિધાનસભા બેઠક માટે 6 ફોર્મ મળીને 142 ફોર્મનો ઉપાડ થયો હતો. .

3 દિવસમાં 16 હજારથી વધુ પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી.
3 દિવસમાં 16 હજારથી વધુ પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી.

3 દિવસમાં 16 હજારથી વધુ પ્રચારાત્મક સામગ્રી દૂર કરાઈ
રાજકોટ શહેર-જિલ્લાના આઠેય વિધાનસભા વિસ્તારોમાં આદર્શ આચાર સંહિતાનો અમલ કરતી આદર્શ આચારસંહિતા સમિતિ દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં 16 હજારથી વધુ પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે. જિલ્લામાં હજુ સુધી આચારસંહિતા ભંગની કોઈ ફરિયાદ આવી નથી.જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુના માર્ગદર્શનમાં જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ કરાઈ રહ્યો છે.

ચૂંટણી તંત્ર સતત સક્રિયપણે કાર્ય કરી રહ્યું છે
છેલ્લા ત્રણ દિવસમાં જાહેર સ્થળો, સરકારી મિલકતો પરથી દિવાલો પરના 7854 લખાણો ભૂંસી નંખાયા છે, તો 1404 પોસ્ટર્સ તથા 3653 બેનર્સ તેમજ 2168 જેટલી અન્ય પ્રચારાત્મક સામગ્રી મળીને કુલ 15084 સામગ્રી દૂર કરી નાંખવામાં આવી છે. જ્યારે જિલ્લાની ખાનગી મિલકતો પરથી પણ 458 દિવાલ પરના લખાણો, 341 પોસ્ટર્સ, 350 બેનર્સ, ૧૬૫ અન્ય મળીને કુલ 1314 જેટલી પ્રચારાત્મક સામગ્રી દૂર કરી નાંખવામાં આવી છે. નિષ્પક્ષ અને ભયમુક્ત માહોલમાં ચૂંટણી યોજવાની પ્રતિબદ્ધતા સાથે જિલ્લા ચૂંટણી તંત્ર સતત સક્રિયપણે કાર્ય કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...