તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • 300 Candidates In The Fray For 72 Seats For 18 Wards Of Rajkot Manpani ..., BJP 72, Congress 70 And AAP 72 Candidates In The Fray.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટનું ચૂંટણી ચિત્ર:રાજકોટ મનપા ચૂંટણીમાં 18 વોર્ડમાં 300થી વધુ ઉમેદવારો મેદાનમાં, ભાજપના 72, કોંગ્રેસના 70 અને આપના 72 ઉમેદવારો વચ્ચે ત્રિકોણીય જંગ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટ મહાનગર પાલિકાના 18 વોર્ડમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. - Divya Bhaskar
રાજકોટ મહાનગર પાલિકાના 18 વોર્ડમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે.
  • આજે રાજકોટમાં કુલ 14 ફોર્મ પરત ખેંચાયા
  • વૉર્ડ 1માંથી 21 ઉમેદવાર લડશે ચૂંટણી
  • રાજકોટના 18 વોર્ડના ફાઇનલ ઉમેદવારો થયા જાહેર
  • ફોર્મ પાછા ખેંચવાનો આજે અંતિમ દિવસ હતો

ગુજરાતના 6 મહાનગરોમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ,કોંગ્રેસ,આપ અને અપક્ષ સહિતની પાર્ટીઓના ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભરીને પોતાની દાવેદારી નોંધાવી હતી, જ્યાં આજે રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે, ત્યારે સાંજ સુધીમાં 6 મહાનગરપાલિકાનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને કયાં વોર્ડમાંથી કેટલા ઉમેદવારો ચૂંટણી લડશે તે ક્લિયર થશે. પરંતુ પ્રાપ્ત થતી વિગતો અનુસાર રાજકોટ મનપાની 18 વોર્ડ ની માટે 72 બેઠકો માટે અંદાજિત 300થી વધુ ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભર્યા છે, જ્યાં ભાજપના- 72, કોંગ્રેસના-70 અને આપના- 72 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે જેથી રાજકોટમાં કોર્પોરેશનની ચૂંટણીમાં ત્રિકોણીય જંગ જામશે. આવતીકાલથી ઉમેદવારો દ્વારા ચૂંટણીપ્રચારનો પ્રારંભ કરવામાં આવશે.

ટોટલ 14 ઉમેદવારો એ ફોર્મ પરત ખેંચ્યા છે.
જ્યારથી ઉમેદવારી પત્રક ભરવાનો પ્રારંભ થયો છે ત્યારથી આજ સુધીમાં ભાજપ અને કોંગ્રસમાં છાશવારે ઉમેદવારી ભરવા માટે ખટરાગ ઉત્પન્ન થતો જોવા મળ્યો છે. જેને પરિણામે દરેક પાર્ટીના ઉમેદવારો પૈકી ટોટલ 14 જેટલા ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે. જ્યાં બપોરે 3 વાગ્યા સુધીમાં વોર્ડ નં. 1 થી 3માં 3 ફોર્મ પરત ખેંચાયા હતા. વોર્ડ નં.1માંથી એક અપક્ષ, વોર્ડ નં.2માંથી એક અપક્ષ અને વોર્ડ નં.3માંથી વીપીપીનાં એક, એનસીપીના એક અને 1 અપક્ષ મળી ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા.આ સાથે વોર્ડ નં.1માં હવે કુલ 21, વોર્ડ નં. 2માં 12 અને વોર્ડ નં.3માં 15 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.

વિજય જાનીએ પત્રક પાછું ખેંચતા કોંગ્રેસમાં પાસું પલ્ટી નાખ્યું છે.
આ ઉપરાંત આજે બપોરે 3 વાગ્યા સુધીમાં વોર્ડ નં.13 થી 15માં કોંગ્રેસનાં વિજય જાની સહિત 4 અપક્ષોએ ફોર્મ પરત ખેંચ્યા હતા.જેથી વિજય જાની એ પત્રક પાછું ખેંચતા કોંગ્રેસમાં પાસું પલ્ટી નાખ્યું છે, હવે વોર્ડ નં.13માંથી 1 અપક્ષ, વોર્ડ નં.14માંથી એક કોંગ્રેસ અને વોર્ડ નં.15માંથી 3 અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા હતા.આ સાથે વોર્ડ નં.13માં 21 ઉમેદવારો, વોર્ડ નં.14માં 15 ઉમેદવારો અને વોર્ડ નં.15માં 22 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. તેમજ વોર્ડ નં.16 થી 18માં એક એનસીપી અને એક અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું હતું. હવે વોર્ડ નં.16માં 15 ઉમેદવારો, વોર્ડ નં.17માં 16 ઉમેદવારો અને વોર્ડ નં.18માં 19 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.

વોર્ડ નં.7 થી 9માં એક પણ ઉમેદવારે ફોર્મ પરત લીધુ ન હતું.
મુજબ વોર્ડ નં.4 થી 6માં માત્ર 1 ફોર્મ પરત ખેંચાયું છે. વોર્ડ નં.6માંથી એનસીપીનાં એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે.આ સાથે હવે વોર્ડ નં.4માં 19, 5માં 15 અને 6માં 14 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. તો વોર્ડ નં.10 થી 12માં એક અપક્ષે ફોર્મ પરત લીધુ હતું. વોર્ડ નં.11માં એક અપક્ષે ફોર્મ પરત લીધુ હતું.આ સાથે હવે વોર્ડ નં.10માં 14, વોર્ડ નં.11માં 17 અને વોર્ડ નં.1રમાં 15 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. ખાસ તો વોર્ડ નં.7 થી 9માં એક પણ ઉમેદવારે ફોર્મ પરત લીધું ન હતું. આમ હવે વોર્ડ નં.7માં 14, વોર્ડ નં.8માં 19 અને વોર્ડ નં.9માં 16 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.

ક્યાં વોર્ડમાં કેટલા ઉમેદવાર અને ક્યાં પક્ષના ::

( NCP ને અપક્ષમાં લીધા છે.)
ભાજપ
ભાનુબેન બાબરીયા
હિરેન ખીમાણીયા
અલ્પેશ મોરઝરીયા
દુર્ગાબા જાડેજા

કોંગ્રેસ રેખાબેન ગેડિયા જલ્પા ગોહેલ અમિત ભટ્ટ

આપ અશ્વિન ફાસરા પ્રદીપસિંહ ઝાલા ગૌરી પાણખાણીયા હંસા ધમમર

અપક્ષ રઘુવીરસિંહ જાડેજા રેખા પરમાર નીલમ ચૌહાણ શક્તિ થરેસા મોમભાઈ વરુ પાયલબા વાઘેલા

બસપા ચોથા ચોહલા દેવા કારેઠા હેતલ પરમાર જ્યોત્સના બગડા

વૉર્ડ 2માંથી 12 ઉમેદવાર લડશે ચૂંટણી

ભાજપ જયમીન ઠાકર મનીષ રાડીયા દર્શીતા શાહ મીનાબા જાડેજા

કોંગ્રેસ યુનુસ જુણેજા નિમિષા પંડ્યા અતુલ રાજાણી દિવ્યાબા જાડેજા

આપ રાજેન્દ્રસિંહ ઝાલા અહમદ સાંધ તનુજા દોશી ઇલા અંજારીયા

વૉર્ડ 3માંથી 15 ઉમેદવાર લડશે ચૂંટણી

ભાજપ અલ્પા દવે નરેન્દ્રસિંહ જાડેજા કુસુમ ટેકવાણી બાબુ ઉધરેજીયા

કોંગ્રેસ દાના હૂંબલ ગાયત્રીબા વાઘેલા દિલીપ આસવાણી કાજલ પુરબીયા

આપ દુર્ગેશ ઘનકાણી ગીતાબા જાડેજા તેજલ વાઘેલા અતુલ બાબરીયા

બસપા કાંતિ મકવાણા

અપક્ષ યુનુસ જુણેજા વૈશાલીબા વાઘેલા

વૉર્ડ 4માંથી 19 ઉમેદવાર લડશે ચૂંટણી

ભાજપ કાળુ કુગશીયા કંકુ ઉધરેજા નયન પેઢડિયા પરેશ પીપળીયા

કોંગ્રેસ ઠાકરશી ગજેરા રામ જીલરીયા શીતલ પરમાર સિમ્મી જાદવ

આપ અલકા ડાંગર દિપક મકવાણા રાહુલ ભુવા સ્વાતિ ગોહેલ

NCP કિરણભાઈ રાતોજા મૂળજી રામાણી

અપક્ષ કરશન રાઠોડ ગુલાબ મોર પંકજ સાગઠિયા વિજય પરમાર માધુ ગોહેલ

વૉર્ડ 5માંથી 14 ઉમેદવાર લડશે ચૂંટણી

ભાજપ દિલીપ લુણાગરિયા રસીલા સાકરીયા વજીબેન ગોલતર હાર્દિક ગોહેલ

કોંગ્રેસ જીતેન્દ્ર રૈયાણી દક્ષાબેન ભેંસાણીયા લાભુબેન ડુંગા હર્ષદ આઘેરા

આપ નીતા રૈયાણી પ્રતીક ગાંઢીયા મૌલિક ચિતરોડ રીનલ જોગી

અપક્ષ વિનોદ ટોળીયા શનિ રાઠોડ

વૉર્ડ 6માંથી 14 ઉમેદવાર લડશે ચૂંટણી

ભાજપ દેવુ જાદવ પરેશ પીપળીયા ભાવેશ દેથરીયા મંજુબેન કુગાશીયા

કોંગ્રેસ કિરણ સોનારા ભરત મકવાણા મોહન સોજીત્રા રતન મોરવાડિયા

આપ અમી કોડિયા પ્રભા મોરવાડિયા રણજિત મકવાણા હાર્દિક ત્રાપસીયા

અપક્ષ વિનોદ ટોળીયા

NCP કસ્તુબેન ડાભી

વૉર્ડ 7માંથી 14 ઉમેદવાર લડશે ચૂંટણી

ભાજપ જયશ્રી ચાવડા વર્ષા પાંધી નેહલ શુક્લ દેવાંગ માંકડ

કોંગ્રેસ વૈશાલી પડાયા અલકા રવાણી કેતન જરીયા રણજિત મૂંધવા

આપ જ્યોતિષના સોલંકી કિંજલ જોશી નેમિશ પાટડીયા પરેશ શીંગાળા

NCP વશાંતરાય શુક્લ એજાઝ ચૌહાણ

વૉર્ડ 8માંથી 19 ઉમેદવાર લડશે ચૂંટણી

ભાજપ 4 દર્શનાબેન પંડ્યા પ્રતિ દોશી બિપિન બેરા અશ્વિન પાંભર

કોંગ્રેસ 4 સવિતાબેન શ્રીમાળી દૃષ્ટિ પટેલ જીગ્નેશ જોશી નયન ભોરણિયા

આપ પનાબેન જોશી જાગૃતિબેન મકવાણા દર્શન કણસાગરા શિવલાલ પટેલ

બહુજન સમાજ પાર્ટી રેખા પરમાર કોકિલા રાઠોડ હિતેશ પરમાર સતીશ વાઘેલા

અપક્ષ પંકજ ચુડાસમા મનીષ સથવારા જીતુ રાઠોડ

વૉર્ડ 9માંથી 16 ઉમેદવાર લડશે ચૂંટણી

ભાજપ દક્ષા વસાણી આશા ઉપાધ્યેય જીતુ કોટડીયા પુષ્કર પટેલ

કોંગ્રેસ ચંદ્રિકા ધરસંડિયા પ્રતિમા વ્યાસ અર્જુન ગાજેરિયા વિશાલ દોગા

આપ દર્શના રાવલ રશ્મિ વણઝારા પ્રશાંત મારુ રવિ અમૃતિયા

NCP રવિન્દ્ર મોરી મગનલાલ દવે

અપક્ષ વિજય બાઉકિયા કેશુ બાણોધરા

વૉર્ડ 10માંથી ઉમેદવાર લડશે ચૂંટણી

ભાજપ નરેન્દ્ર વાઘેલા ચેતન સુરેજા જ્યોત્સના ટીલાળા ડો.રાજેશ્રી ડોડીયા

કોંગ્રેસ મનસુખ કાલરીયા ભાર્ગવીબા ગોહિલ અભિષેક તાળા જયશ્રી મહેતા

આપ મનોજ કનેરીયા દિપક લહેરૂ ભાવના ગજેરા મધુ ચૌહાણ

અપક્ષ મનીષ હિરપરા દુષ્યંતસિંહ જાડેજા

વૉર્ડ 11માંથી 17 ઉમેદવાર લડશે ચૂંટણી

ભાજપ વિનોદ સોરઠીયા લીલુબેન જાદવ ભારતી પાડલીયા રાણા સાગઠિયા

કોંગ્રેસ સુરેશ બાથવાર પરુલબેન ડેર પરેશ હરસોડા વસંતબેન માલવી

આપ મીનલબા વાઘેલા અલ્પા પટોરિયા ચેતન કમાણી પંકજ વાઘેલા

અપક્ષ રમેશ ઠૂંગા પ્રેમજી પરમાર દયાબેન દાણીધારીયા કનુબેન કાનાણી

બસપા જીતેન્દ્ર મહીડા

વૉર્ડ 12માંથી 15 ઉમેદવાર લડશે ચૂંટણી

ભાજપ પ્રદીપ ડવ મિત્તલ લાઠીયા મગન સોરઠીયા અસ્મિતા દેલવાડિયા

કોંગ્રેસ વિજય વાંક ઉર્વશીબા જાડેજા મિતા મારડીયા સંજય અજુડિયા

આપ ગિતાબેન વકાતર દક્ષાબેન ગોજારીયા આશિષ વાઘસિયા અનિરુદ્ધ જાદવ

બસપા જાહિદ દાલ જીવણ પરમાર જયશ્રી સાકરીયા

વૉર્ડ 13માંથી 24 ઉમેદવાર લડશે ચૂંટણી

ભાજપ જયાબેન ડાંગર સોનલ સેલારા નીતિન રામાણી સુરેન્દ્રસિંહ વાળા

કોંગ્રેસ જાગૃતિબેન ડાંગર અદિત્યસિંહ ગોહિલ રવિ વેકરિયા ગિતાબેન મૂછડીયા

આપ કમળાબેન પરમાર મનસુખ શોરોયા સંજયસિંહ વાઘેલા જયશ્રી પંચાસરા

અપક્ષ ચૌહાણ ગોપાલ રૂપાપરા નરેન્દ્ર યાજ્ઞિક ડરણીયા મહેશ બાબરીયા હિતા વડોદરિયા

બસપા ઘૂઘા ઇલયાસ અતુલ રાઠોડ હંસા પરમાર

વૉર્ડ 14માંથી 21 ઉમેદવાર લડશે ચૂંટણી

ભાજપ ભારતીબેન મકવાણા કેતન ઠુમર નિલેશ જલુ વર્ષા રાણપરા

કોંગ્રેસ ભારતી સાગઠિયા સ્વેતા વગાડીયા મયુરસિંહ પરમાર

આપ ભાવેશ પટેલ કરણ કાનગડ જુલી લોઢિયા લાભુબેન સાપડા

અપક્ષ અરુણા દેશાણી અમારદાસ દેશાણી કલ્પેશ મૈયડ

વૉર્ડ 15માંથી 23 ઉમેદવાર લડશે ચૂંટણી

ભાજપ મેઘાવી સિંધવ વરજંગ હૂંબલ વિનુ કુમારખાણીયા ગિતાબેન પારધી

કોંગ્રેસ કોમલ ભારાઈ વશરામ સાગઠિયા મકબુલ દાઉદાણી ભાનુબેન સોરાણી

આપ રશ્મિ વાગાડીયા પ્રતિમા કુમારખાણીયા વિજય દાફડા શૈલેષ રૈયાણી

અપક્ષ સુરેશ સાગઠિયા દેવજી ખીમસૂરિયા અશોક દાફડા

બસપા મનસુખ ગોહેલ અર્જુન ચૌહાણ શિલ્પા સરવૈયા ગીતા પરમાર

વૉર્ડ 16માંથી 15 ઉમેદવાર લડશે ચૂંટણી

ભાજપ કંચન સિદ્ધપુરા રુચિ જોશી નરેન્દ્ર ડવ સુરેશ વસોયા

કોંગ્રેસ વલ્લભ પરસાણા રસીલા ગરૈયા ઈસાક ઠેબા ગાયત્રી ભટ્ટ

આપ પ્રભાત હૂંબલ અફઝલ રાઉમ ચંદ્રિકા ખૂંટ શીતલ કુકડીયા

અપક્ષ હનીફ જુણેજા

બસપા દર્પણ કાકડીયા જાફર કુરેશી

વૉર્ડ 17માંથી 17 ઉમેદવાર લડશે ચૂંટણી

ભાજપ કીર્તિબા રાણા અનિતા ગૌસ્વામી વિનુ ધવા રવજી મકવાણા

કોંગ્રેસ અશોક ડાંગર જયાબેન ટાંક ઘનશ્યામસિંહ જાડેજા વસંતબેન પીપળીયા

આપ રાકેશ સોરઠીયા રશ્મિન કાચા મિત્તલ જોશી રેખા ભંડેરી

અપક્ષ ચેતન સિંધવ પ્રગના રાવલ મુકેશ ડાભી

બસપા સવજી ફળદુ દિનેશ ઠુમર

વૉર્ડ 18માંથી 20 ઉમેદવાર લડશે ચૂંટણી

ભાજપ ભારતી પરસણા દક્ષા વાઘેલા સંદીપ ગાજીપર સંજયસિંહ રાણા

કોંગ્રેસ ધાર્મિસઠાબા જાડેજા નિર્મળ મારુ હસમુખ રાંક નીતા સોલંકી

આપ ચિંતન સેનજલિયા શક્તિસિંહ જાડેજા મંજુલા જાદવ રીટા ખાટરીયા

અપક્ષ ભાવેશ બરાડીયા નિલેશ વિરડીયા યસમીનબેન બ્લોચ લલન શર્મા વિનોદ ગૌતમ પાર્વતી મંડલ સુનિતા પાટીલ

બસપા કૈલાશબેન સાકરીયા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો