ફરી એક વખત PM મોદી રાજકોટ આવશે:28મીએ રેસકોર્સ મેદાનમાં સભા સંબોધશે, ચારેય બેઠકો અંકે કરવા કવાયત શરૂ, 50 દિવસમાં ચોથી મુલાકાત

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાત મુલાકાતે આવશે. જેમાં આગામી 28 નવેમ્બરના રોજ પ્રધાનમંત્રી રાજકોટ શહેરની મુલાકાતે આવી રહ્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં થયેલ ભંગાણ પર પરિવર્તન કરી બેઠકો કબ્જે લેવા ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેદાને ઉતરી ગયા છે.

ચોથી વખત મોદી રાજકોટમાં
વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રચારના અંતિમ દિવસો સુધી ગુજરાતના પ્રવાસે આવી સભા ગજવશે. જેમાં આખરી તબક્કામાં રાજકોટ શહેરમાં આગામી 28 નવેમ્બરના રોજ સાંજે 6 વાગ્યે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે સભા સંબોધન કરશે.વિધાનસભાની ચૂંટણીને લઇ રાજકોટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ ચોથી મુલાકાત છે. જેમાં 11 ઓક્ટોબરના રોજ પ્રથમ સભા જામકંડોરણા ત્યારબાદ 19 ઓક્ટોબરના રોજ રાજકોટ શહેર, 20 નવેમ્બરના રોજ ધોરાજી અને 28 નવેમ્બરના રોજ ચોથી મુલાકાત રાજકોટ શહેર ખાતે યોજવામાં આવશે.

ભાજપના ગઢને સાચવવા માટે મેદાને ઉતર્યા
રાજકોટ આમ તો ભાજપનો ગઢ માનવામાં આવે છે અને રાજકોટ મહાનગરમાં આવતી ચાર બેઠકો કે જેમાં રાજકોટ પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ગ્રામ્યનો સમાવેશ થાય છે. આ બેઠકો પૈકી એક માત્ર રાજકોટ પૂર્વ બેઠક પર માત્ર એક વખત 2012ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ ચૂંટાઇને વિધાનસભા સુધી પહોંચ્યા હતા અને એ સમયે પણ ભાજપ કોંગ્રેસ અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટી વચ્ચે ત્રિ-પાંખિયો જંગ થયો હતો. આ જ રીતે ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિ-પાંખિયો જંગ છે. જેમાં કંઈ કાચું કપાઈ નહિ તે માટે અને ભાજપના ગઢને સાચવવા માટે ખુદ પ્રધાનમંત્રી મેદાને ઉતર્યા છે.

અન્ય સમાચારો પણ છે...