તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:મવડીની લાભદીપ સોસાયટીમાં મકાનમાંથી 2.89 લાખની ચોરી, કબાટના તાળાં તોડી સોના-ચાંદીના દાગીના ઉપાડી ગયા

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રક્ષાબંધનના દિવસે પત્નીને પિયર મુકવા ગયો ત્યારે તસ્કરો ખાબક્યા

શહેરમાં ચોરીના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે મવડીની લાભદીપ સોસાયટીમાં રહેતા યુવકના મકાનમાં ખાબકી તસ્કરો રોકડ અને સોનાના દાગીના મળી કુલ રૂ.2,89,500નો મુદ્દામાલ ઉસેડી ગયા હતા. ચોરીની ઘટના અંગે લાભદીપ સોસાયટીમાં રહેતા અને ખાનગી પેઢીમાં નોકરી કરતા નૈમિષભાઇ કાંતિભાઇ મારકણા (ઉ.વ.25)એ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. નૈમિષભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે તેમના પત્ની અને પુત્ર તેમના મકાનના ઉપરના રૂમમાં રહે છે જ્યારે તેમના માતા પિતા મકાનના નીચેના રૂમમાં રહે છે.

રક્ષાબંધનના દિવસે નૈમિષભાઇ તેમના પત્નીને તેના પિયર કાલાવડના ભાડુકિયા ગામે મુકવા ગયા હતા, ત્યારે તેમના બંધ રૂમને તસ્કરોએ ટાર્ગેટ બનાવ્યો હતો. બંધ રૂમના તાળાં તોડી અંદર ઘૂસેલા તસ્કરો કબાટમાં રોકડ અને સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.2,89,500ની માલમતા ઉસેડી ગયા હતા.

નૈમિષભાઇના માતા પિતા મકાનના નીચેના રૂમમાં હતા ત્યારે તસ્કરોએ તેમને સહેજ પણ શંકા ન જાય તે રીતે સિફતપૂ્ર્વક ચોરીના ઓપરેશનને પાર પાડ્યુ હતું. ચોરીની ઘટનાથી લાભદીપ સોસાયટીના રહીશોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. બનાવ અંગે પોલીસે રાબેતા મુજબ તપાસ શરૂ કરી હતી. રાજકોટમાં ચોરી સહિતની ઘટનાઓ વધી રહી છે ત્યારે પોલીસની બેધારી નીતિનો સામાન્ય જનતા ભોગ બને છે.

અન્ય સમાચારો પણ છે...