તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ મનપાની કામગીરી:28 પે એન્ડ પાર્કની યાદી જાહેર, માર્ગો પર વાહન પાર્ક કરશો તો જપ્ત થશે

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરમાં પે એન્ડ પાર્કની સુવિધા ક્યા સ્થળો પર છે તેની યોગ્ય માહિતી ન હોવાથી વાહનચાલકો શહેરના રાજમાર્ગો પર કોઇ પણ સ્થળોએ વાહન પાર્ક કરી રહ્યા છે. પાર્ક કરેલા વાહનો પોલીસ જપ્ત કરે છે ત્યારે વાહનમાલિક અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતું હોવાથી મનપાએ પે એન્ડ પાર્કની યાદી જાહેર કરી છે આ સ્થળ સિવાઇ વાહન પાર્ક કરનારનુ વાહન જપ્ત થશે.

રાજકોટ મનપાએ કેકેવી ચોકથી ઇન્દિરા સર્કલ તરફ ફ્લાયઓવર નીચે, કે.કે.વી. ચોકથી બિગબજાર તરફ ફ્લાયઓવર નીચે, બીઆરટીએસ રૂટ પર માધાપર ચોકડી, ગોંડલ ચોકડી, આત્મીય કોલેજથી ક્રિસ્ટલ મોલ, ઇન્દિરા સર્કલથી રૈયા ટેલિફોન એક્સ. તરફની બ્રિજ નીચેના ભાગ, ગોવર્ધન ચોક, મવડી ચોકડીથી ગોંડલ ચોકડી તરફ બ્રિજ નીચેના ભાગ, સત્યસાંઇ હોસ્પિટલ રોડ ઓપન પ્લોટ, હુડકો ક્વાર્ટર પાછળ ખુલ્લો પ્લોટ, સર્વેશ્વર ચોક, ત્રિકોણબાગ, અખાભગત ચોક, ધનરજની એપાર્ટમેન્ટથી જિલ્લા પંચાયત ચોક બન્ને બાજુ, માધવ પાર્ક, કોઠારિયા ચોકડી, ઢેબર રોડ, ડી-માર્ટ ગોંંડલ રોડ ફ્લાયઓવર નીચે, જ્યુબિલી શાકમાર્કેટ રોડ, પારડી રોડ, કોમ્યુનિટી હોલ પાસે, જાગનાથ મંદિર પાસે સહિતના 28 જાહેર સ્થળો પર પે એન્ડ પાર્ક માટે જગ્યા ફાળવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો