રાજકોટ ક્રાઇમ ન્યુઝ:શહેરમાં આર્મ્સ એક્ટની અમલવારી માટે પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ, છરી, તલવાર જેવા તીક્ષ્ણ હથીયાર સાથે 28ની ધરપકડ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપીઓની ફાઈલ તસવીર - Divya Bhaskar
આરોપીઓની ફાઈલ તસવીર
  • સરધાર પાસેના ઉમરાળી ગામે વાડીએ વિજકરંટ લાગતાં આહિર યુવાનનું મોત

રાજકોટ શહેરમાં આર્મ્સ એક્ટની અમલવારી થાય તે માટે શહેરમાં ACP ક્રાઇમ ડી.વી.બસીયાના સીધા માર્ગદર્શન હેઠળ તીક્ષ્ણ હથીયારો રાખનાર શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી કરવા ત્રણ દિવસની સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છરી, તલવાર જેવા તીક્ષ્ણ હથીયાર સાથે 28ની ધરપકડ કરવાં આવી હતી.

આ લોકોની ધરપકડ કરાઈ
આ સ્પેશ્યલ ડ્રાઇવમાં અલગ અલગ તીક્ષ્ણ હથીયારના કુલ-27 કેસો શોધી કાઢી 28 આરોપીઓને પકડવામાં આવ્યા હતા. જેમાં તીક્ષ્ણ હથીયાર જેવા કે છરી, તલવાર કુલ 28 કબ્જે કરવામાં આવેલ હતી. હથિયાર સાથે ઝડપાયેલા શખ્સોમાં સુનીલ સંતોષભાઇ દુબે, વનરાજ ઉર્ફે વિશાલ ભગુભાઇ રાઠોડ, શબ્બીર ગનીભાઇ શેખ, વિજય રણછોડભાઇ કોબીયા, મોહીત મુકેશભાઇ ગુજરાતી, યોગીરાજસિંહ કિશોરસિંહ જાડેજા, શાહરૂખ કરીમભાઇ નકુમ, ઇમરાન ઉર્ફે ટીપુ રજાકભાઇ સમા, સોહીલ ઉર્ફે બાપુ અલીમીયા બુખારી, ઇમરાન ઉર્ફે ટકો કારૂભાઇ નારેજા, રાજદીપ દીનેશભાઇ પરમાર, સંજય દીનેશભાઇ માત્રાણીયા, રણજીત ઉર્ફે કાનો ટીકીટ અરવીંદભાઇ ગોહેલ, સલીમ ઇસ્માઇલભાઇ બ્લોય,જયેશભાઇ મનુભાઈ ગણધીયા,જીતેષ ઉર્ફે પપ્પુ જીવાભાઇ ચારોલા, ભૌમિક પ્રવિણભાઇ સોલંકી,ઘનશ્યામ ઉર્ફે કાનો હસમુખભાઇ સોલંકી,કિશનભાઇ દિલીપભાઇ કુંભારવાડીયા,ભરતભાઇ મોહનભાઇ સોલંકી,ભુપેન્દ્ર ઉર્ફે ભુપી સતનામસિંહ રાજપુત, અમિત ભરતભાઇ ગુજરાતી,જયકિશન વાધજીભાઈ સરમાણી,વનજરાભાઇ ઉર્ફે વનુ સવશીભાઇ મકવાણા, ભરતભાઇ રમેશભાઇ રાઠોડ,જીતુભાઇ ભુપતભાઇ ચૌહાણ,કિશનભાઇ દિનેશભાઇ તલમતીયા અને વિશાલભાઇ રમાકાંતભાઇ ત્રીવેદીની તીક્ષ્ણ છરી વડે ધરપકડ કરવામાં આવી હતી.

છરી, તલવાર જેવા તીક્ષ્ણ હથીયાર સાથે 28ની ધરપકડ કરવાં આવી
છરી, તલવાર જેવા તીક્ષ્ણ હથીયાર સાથે 28ની ધરપકડ કરવાં આવી

12 શખ્સો અગાઉ પોલીસના ચોપડે ચડી ચુક્યા
આ ગુન્હામાં ઇમરાન ઉર્ફે ટકો અગાઉ હત્યાના પ્રયાસમાં,ઇમરાન ઉર્ફે ટીપું જાહેરનામાં ભંગ,વિજય કોબીયા જુગાર-દારૂ અને મારામારી, મોહિત ગુજરાતી રાયોટ અને દારૂ, ભરત રાઠોડ મારામારી,રણજિત ઉર્ફે ટીકીટ મારામારી-દારૂ-હત્યાનો પ્રયાસ-દારૂ, સંજય બળજબરીથી કઢાવવું અને શબ્બીર ઉર્ફે ગની હુમલો રાયોટ સહિત કુલ 12 શખ્સો અગાઉ ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચુક્યા છે.

વિજકરંટ લાગતાં બેભાન થઇ ઢળી પડયો
અન્ય કિસ્સામાં સરધાર પાસેના ઉમરાળી ગામે વાડીએ વિજકરંટ લાગતાં આહિર યુવાનનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.જાણવા મળ્‍યા મુજબ ઉમરાળી રહેતો ઘનશ્‍યામભાઇ કાનાભાળ જળુ (ઉ.વ.37) નામનો યુવાન સાંજે પાંચેક વાગ્‍યે પોતાની વાડીએ કૂવા પરની પાણીની મોટર ચાલુ કરવા ગયો ત્‍યારે વિજકરંટ લાગતાં બેભાન થઇ ઢળી પડયો હતો. તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્‍યુ નિપજ્‍યું હતું. બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ આજીડેમ પોલીસને જાણ કરતાં હેડકોન્‍સ. મહેન્‍દ્રભાઇ પરમારે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર ઘનશ્‍યામભાઇ ચાર ભાઇ અને એક બહેનમાં વચેટ તથા અપરિણિત હતો. બનાવને પગલે પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...