ઠંડીમાં સિઝનલ રોગચાળો વધ્યો:રાજકોટમાં એક અઠવાડિયામાં શરદી-ઉધરસના 279, તાવના 53, ઝાડા-ઊલટીના 79 કેસ નોંધાયા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
એક અઠવાડિયામાં શહેરના 11,215 ઘરમાં પોરાનાશક અને 790 ઘરમાં ફોગિંગની કામગીરી કરાઇ. - Divya Bhaskar
એક અઠવાડિયામાં શહેરના 11,215 ઘરમાં પોરાનાશક અને 790 ઘરમાં ફોગિંગની કામગીરી કરાઇ.

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા જેવા રોગોને નિયંત્રિત કરવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. ગત અઠવાડિયામાં શહેરમાં ડેન્ગ્યુનો એક કેસ નોંધાયો હતો. જ્યારે શરદી-ઉધરસના 279, તાવના 53 અને ઝાડા-ઊલટીના 79 કેસ નોંધાયા હતા. ગત વર્ષમાં એટલે કે 2022માં ડેન્ગ્યુના કુલ 268, મેલેરિયાના 50 અને ચિકનગુનિયાના 28 કેસ નોંધાયા છે. જ્યારે 2022ના વર્ષમાં શરદી-ઉધરસના કુલ 14690, તાવમા 4717 અને ઝાડા-ઊલટીના 4195 કેસ નોંધાયા છે.

11,215 ઘરમાં પોરાનાશક કામગીરી કરાઇ
આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા પ્રયાસો કરી રહી છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 26 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધીમાં પોરાનાશક કામગીરી હેઠળ 11,215 ઘરમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી છે. તેમજ 790 ઘરમાં ફોગિંગની કામગીરી કરવામાં આવી છે.

વ્હિકલ માઉન્ટેન ફોગિંગ મશીનથી ફોગિંગ કરાયું
મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વ્હિકલ માઉન્ટેન ફોગિંગ મશીનથી ફોગિંગની કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ ગેલેક્સી ટાઉન હીલ આસપાસનો વિસ્તાર, ગાયત્રીનગર, હરીવંદના કોલેજની આસપાસનો વિસ્તાર, સી.બી.આઇ. ક્વા., ઘાંચીવાડ, વર્ધમાનનગર, સેતુબંધ સોસા., વૈશાલીનગર મફતીયું, વૈશાલીનગર, અક્ષરવાટીકા, કૃષ્ણનગર, ગાંધી સોસા., કનકનગર મેઇન રોડ તથા આસપાસનો વિસ્તારનો સમાવેશ થાય છે.

એક અઠવાડિયામાં અલગ અલગ વિસ્તારમાં ફોગિંગ કરાયું.
એક અઠવાડિયામાં અલગ અલગ વિસ્તારમાં ફોગિંગ કરાયું.

આ વિસ્તારોમાં પણ ફોગિંગ કરાયું
આ ઉપરાંત આંબેડકરનગર, ખોડિયારનગર, સત્યમ પાર્ક, લોકમાન્ય તીલક ટાઉનશી૫ (રેલનગર), સુભાષચંદ્ર બોઝ ટાઉનશી૫ (રેલનગર), ઝાંસીની રાણી ટાઉનશી૫ (રેલનગર), દેવલોક પાર્ક (રેલનગર), દેવતીર્થ પાર્ક (રેલનગર), પ્રમુખસ્વામી પાર્ક (રેલનગર), મહાવીર પાર્ક, શિલ્પન નોવા આસપાસનો વિસ્તાર, હુડકો ક્વાર્ટર બી., ગુંદાવાડી, ન્યુ મુંજકા ગામ, સેન્ટ્રલ જી.એસ.ટી. ઓફિસર કોલોની (રેસકોર્સ), નાળોદાનગર, પુજા પાર્ક, પુરૂષાર્થ સોસાયટી સહિતના વિસ્તારોમાં ફોગિંગની કામગીરી કરવામાં આવી હતી.

મચ્છર ઉત્પતિ બદલ 321 વ્યક્તિને નોટિસ
ડેન્‍ગ્‍યુને અટકાવવા માટે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેક્સ, ઔદ્યોગિક એકમો અને વ્યાપાર ધંધાના સ્થળ પર મચ્છર ઉત્પતિ સ્થાનો જોવા મળે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર વ્યક્તિ સીધી રીતે જવાબદાર ગણાય છે. બાયલોઝ હેઠળ તે વ્યક્તિ વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ બદલ નોટિસ અને વહીવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય 377 પ્રીમાઇસીસ (બાંધકામ સાઇટ, સ્‍કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ, સરકારી કચેરી)ની મચ્છર ઉત્પતિ બદલ તપાસ કરવામાં આવી હતી. જેમાં મચ્છર ઉત્પતિ બદલ રહેણાંક વિસ્તારમાં 277 અને કોમર્શિયલ વિસ્તારમાં 44 વ્યક્તિને નોટિસ આ૫વામાં આવી હતી.

નદી-નાળામાં ઊગી નીકળેલી જળકુંભીને પણ હટાવવાની કામગીરી ચાલી રહી છે.
નદી-નાળામાં ઊગી નીકળેલી જળકુંભીને પણ હટાવવાની કામગીરી ચાલી રહી છે.

ડેન્ગ્યુ-મેલેરિયાને અટકાવવા આટલું જરૂરી કરીએ

  • પાણીની સિમેન્ટની ટાંકી, સિન્ટેક્ષની ટાંકી, બેરલ, કેરબા તથા અન્ય પાણી ભરેલા તમામ પાત્રો હવાચૂસ્ત ઢાંકીને રાખીએ. હવાચૂસ્ત ઢાંકણ ન હોય તો કપડાથી હવાચૂસ્ત ઢાંકીને રાખીએ.
  • પશુઓને પાણી પીવાની કુંડી, અવેડા દર અઠવાડિયે નિયમિત ખાલી કરી ઘસીને સાફ કરીએ.
  • ફ્રિજની ટ્રે, માટલા, કુલર, ફુલદાની, પક્ષીકુંજ વગેરેનું પાણી નિયમિત ખાલી કરી, ઘસીને સાફ કરીએ.
  • બિનજરૂરી ડબ્બાડુબલી, ટાયર, ભંગારનો યોગ્ય સ્થળે નિકાલ કરીએ.
  • અગાસી, છજ્જામાં જમા રહેતા પાણીનો નિકાલ કરીએ.
  • છોડના કુંડામાં જમા રહેતા વધારાનો પાણોનો નિકાલ કરીએ.
  • ડેન્‍ગ્‍યુનો મચ્‍છર દિવસે કરડતા હોવાથી દિવસ દરમિયાન પુરૂ શરીર ઢંકાય તેવા ક૫ડાં પહેરવા.
અન્ય સમાચારો પણ છે...