તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના મહામારી:રાજકોટમાં કોરોનાના 276 કેસ, 14 દર્દીના સારવારમાં મોત, 7015 લોકોનું વેક્સિનેશન

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શનિવારે 13 પોઝિટિવ વ્યક્તિનાં મોત થયા પણ કોરોનાથી એક પણ નહીં!
  • રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવનો કુલ આંક 20003, જિલ્લામાં 7769 થયો

રાજકોટ શહેરમાં રવિવારે સારવાર દરમિયાન કોરોના પોઝિટિવ હોય તેવા 14 વ્યક્તિનાં મોત થયા હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે. શનિવારે 13 વ્યક્તિનાં મોત થયા હતા પરંતુ તેમાંથી એક પણ વ્યક્તિનું મોત કોરોનાથી થયું ન હોવાનું ડેથ ઓડિટ કમિટીએ જાહેર કર્યું છે. રવિવારે રાજકોટ શહેરમાં 233 કેસ અને જિલ્લામાં 43 એમ કુલ 276 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. રાજકોટમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 20003 અને જિલ્લામાં 7769 થઇ છે.

રાજકોટ શહેર અને જિલ્લામાં રવિવારે 1606 એક્ટિવ દર્દીઓ હતા. સરકારી અને ખાનગી હોસ્પિટલ ખાતે કોરોના સામેની રસીકરણમાં સાંજ સુધીમાં પ્રથમ તબક્કો, પ્રથમ તબક્કાના બીજા ડોઝ, 60 વર્ષથી મોટી ઉંમરના અને 45 થી 59 વર્ષના કો-મોર્બિડીટી ધરાવતા લોકો સહિત કુલ 7015 નાગરિકોએ રસી લીધી હતી. રાજકોટમાં શનિવારે 13 વ્યક્તિના કોરોના સારવાર દરમિયાન મોત થયા હતા, પરંતુ રાજકોટ જિલ્લા ડેથ ઓડિટ કમિટીએ તેમાંથી એક પણ વ્યક્તિના મોતનું કારણ કોવિડ હોવાનું જાહેર કર્યું નથી.

આ 13 વ્યક્તિનાં મોત કોવિડના કારણે નહીં પણ અન્ય કારણોથી થયા હોવાનું ઓડિટ કમિટીએ જાહેર કર્યું છે. રાજકોટમાં રવિવારે 14 વ્યક્તિના કોરોના સારવાર દરમિયાન મોત થયા છે. આ મોતમાંથી કેટલા વ્યક્તિઓના મોત કોરોનાથી થયા તે ડેથ ઓડિટ કમિટી સોમવારે જાહેર કરશે. મનપાના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ તેમની 411 સર્વેલન્સની ટીમે 23774 ઘરમાં સરવે કરી 559 લોકો શરદી, ઉધરસ, તાવના લક્ષણ ધરાવનારની સારવાર શરૂ કરાવી છે.

શહેરમાં 28 સંજીવની રથ, 36 કોરોના ટેસ્ટિંગ વાહનો ચાલી રહ્યા છે. રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ તેમની 542 સર્વેલન્સની ટીમે 14938 ઘરમાં સરવેની કામગીરી કરી હતી અને 79 લોકો તાવ, શરદી, ઉધરસના લક્ષણો વાળા દર્દી મળ્યા હતા.

યુનિવર્સિટીમાં 10થી વધુ સંક્રમિત છતાં તમામ ક્લાસ ચાલુ!
રાજકોટ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસને પગલે શાળા-કોલેજો બંધ કરી છે, પરંતુ યુનિવર્સિટીઓમાં પીજી કક્ષાનું શિક્ષણકાર્ય ચાલુ રાખ્યું છે. યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક દિવસો દરમિયાન ફિઝિક્સ, નેનો સાયન્સ, ઈતિહાસ ભવન, વહીવટી વિભાગમાં કોરોનાના 10થી વધુ કોરોનાના કેસ આવવા છતાં સત્તાધીશોએ હજુ સુધી કોઈ સાવચેતીના પગલાં રૂપે ક્લાસ બંધ રાખવા સૂચના આપી નથી.

યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ પણ સંક્રમિત થતા અન્ય વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ રજા ઉપર ઉતરી ગયા છે, પરંતુ કેમ્પસમાં જ કોરોનાના કેસ છતાં હજુ યુનિવર્સિટીમાં તમામ ભવનોમાં શૈક્ષણિક કાર્ય ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...