કોરોના રાજકોટ LIVE:શહેરમાં 27 અને ગ્રામ્યમાં માત્ર 14 દર્દી જ સારવાર હેઠળ

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેરમાં કુલ કેસની સંખ્યા 63674 પર પહોંચી

રાજકોટ શહેર અને ગ્રામ્યમાં કોરોના તળિયે આવી ગયો છે. રાજકોટ જિલ્લો કોરોનામુક્ત તરફ આગળ વધી રહ્યો છે. ગઇકાલે શહેરમાં માત્ર 1 કેસ અને ગ્રામ્યમાં 2 કેસ નોંધાયા હતા. બીજી તરફ શહેરમાં 27 અને ગ્રામ્ય વિસ્તારમાં માત્ર 14 દર્દી જ સારવાર હેઠળ છે. બીજી તરફ અન્ય રોગોના પ્રમાણમાં પણ ઘટાડો નોંધાયો છે. હાલ ઉનાળાની શરૂઆતમાં મિશ્ર ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે પરંતુ રોગચાળો કાબૂમાં હોવાથી આરોગ્ય વિભાગ રાહત અનુભવી રહ્યું છે.

શહેરમાં કુલ કેસની સંખ્યા 63674
રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ કેસની અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 63674 પર પહોંચી છે. ગઇકાલે શહેરમાં 10 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. આથી શહેરમાં કોરોના નામશેષ રહ્યો છે. શહેરમાં આજ સુધીનો રિકવરી રેટ 99.16 ટકા નોંધાયો છે તો પોઝિટિવિટી રેડ 3.66 ટકા નોંધાયો છે.

ગ્રામ્યમાં કુલ કેસની સંખ્યા 20648
બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 20648 પર પહોંચી છે. તેમજ પોઝિટિવિટી રેટ 0.25 ટકા નોંધાયો છે. અત્યાર સુધીમાં 9018804 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં એક પણ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ નથી. શહેર અને ગ્રામ્યમાં છેલ્લા ઘણા દિવસથી કોરોનાથી મોત નોંધાયું નથી.