ડિજિટલ ડ્રગ:16થી 18 વર્ષના 27% તરુણ, 32% તરુણી મોબાઈલ એડિક્સનનો શિકાર

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 4410 વિદ્યાર્થીઓનો સર્વે કરાયો - વાંચેલું યાદ ન રહેવું, પરીક્ષાનો ભય, નકારાત્મક વિચારો જેવી સમસ્યાઓ
  • સાયકોલોજી ડિપ્લોમાના વિદ્યાર્થીઓના સર્વેના ચોંકાવનારાં તારણો

તરુણાવસ્થા એવી અવસ્થા છે જેમાં યોગ્ય દિશા અને સલાહ ન મળી રહે તો ઘણી સમસ્યાઓ સર્જાય છે. આ એવો સમય છે જેમાં શારીરિક, માનસિક ઘણા પરિવર્તન આવે છે અને આ પરિવર્તન સાથે તાલમેલ ન મળે તો વિવિધ પ્રકારની સમસ્યાઓનો ભોગ બનવું પડે છે.

યોગ્ય સલાહ ત્યારે આપી શકાય જ્યારે સમસ્યા યોગ્ય રીતે જાણી શકાય. આ સંદર્ભે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના ડિપ્લોમાના વિદ્યાર્થીઓએ ભવન અધ્યક્ષ ડૉ. જોગસણ અને અધ્યાપક ડૉ. દોશીના માર્ગદર્શનમાં 4410 તરુણો પાસેથી માહિતી એકત્ર કરી. આ માહિતીમાં કેટલાક ચોંકાવનારા તારણો બહાર આવ્યા છે જેમાં 13થી 15 વર્ષના 8.14% છોકરા અને 12% છોકરીઓ તેમજ 16થી 18 વર્ષના 27% તરુણ અને 32% તરુણીઓ મોબાઈલના બંધાણી છે. આ ઉપરાંત બાળકોમાં હજુ પણ વાંચેલું યાદ ન રહેવું, પરીક્ષાનો ભય, નકારાત્કામ વિચારો, આત્મવિશ્વાસનો અભાવ જેવી સમસ્યાઓ જોવા મળી રહી છે.

16થી 18 વર્ષ (તરુણી) - 32% મોબાઇલ એડિક્સનથી પીડાય છે
10%ને યાદ રહેતું નથી,14%ને નકારાત્મક વિચાર આવે છે, 32%ને મોબાઇલ એડિક્સન છે, 10%ને ભવિષ્ય વિશે ચિંતા છે, 15%ને પ્રેમ અને અંગત સબંધમાં નિષ્ફળતા, 10%ને કોઈ જાતીય રીતે પરેશાન કરશે તો એવો ડર, અન્ય સમસ્યાઓ જેમાં ગભરામણ થવી, ફેમિલી પ્રોબ્લેમ, રાત્રે ડર લાગવો, શિક્ષક પર ગુસ્સો, અન્ય વ્યકિત સાથે વાત કરવાની બીક, સ્કૂલ જવું ના ગમવું જેવી સમસ્યાઓ હતી.

16 થી 18 વર્ષ (તરુણ) - 15% વિદ્યાર્થીઓને પરીક્ષાનો ભય છે
18%ને વાંચેલું યાદ રાખવામા મુશ્કેલી પડે છે, 15%ને પરીક્ષાનો ભય લાગે છે, 27%ને મોબાઈલ એડિકસન છે, 14%ને આત્મવિશ્વાસની કમી છે, 15%માં એકાગ્રતાનો અભાવ, 11%ને નકારાત્મક વિચાર આ સિવાય બીજી કેટલીક નાની મોટી સમસ્યાઓઓ જણાઈ હતી જેમકે ભવિષ્ય અને કરિયર વિશેની ચિંતા, સામાજિક સમસ્યાઓ, સબંધોમાં નિષ્ફળતા, કૌટુંબિક પ્રશ્નો, આર્થિક પ્રશ્નો વગેરે સમસ્યાઓ હતી.

એક્સપર્ટ - વાલી બાળકોના પ્રશ્નો હવામાં ન ઉડાવે, તાર્કિક જવાબ આપે
બાળકોને સમજાવો કે તેમની પોતાની ઇચ્છા, વિચારસરણી અને તેમના નિર્ણયો કેટલા મહત્વપૂર્ણ છે. દરેક વસ્તુ, દરેક સમસ્યા શેર કરો. માતા-પિતાએ તેની સાથે બેસીને તેના પ્રશ્નોના તાર્કિક જવાબ આપવા જોઈએ. તેમના પ્રશ્નોને હવામાં ઉડાડશો નહીં, હસશો નહીં, જોક્સ કરશો નહીં. નહિંતર તેઓ તમારી સાથે કંઈપણ શેર કરશે નહીં. > ડૉ. યોગેશ જોગસણ, મનોવૈજ્ઞાનિક નિષ્ણાત

અન્ય સમાચારો પણ છે...