તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મક્કમ મનોબળ:રાજકોટમાં 27 દિવસની કોરોનાગ્રસ્ત નવજાત બાળકીને કિડની પર સોજો, સુગર લેવલ ડાઉન છતાં કોરોના સામે જીત મેળવી

રાજકોટ2 મહિનો પહેલા
  • શરીર પર સોજા, તાવ અને યુરીનની સમસ્યા પણ હતી, હાલ બાળકી સંપૂર્ણ સ્વસ્થ

પગલીની પડનાર હજુ સુષ્ટિમાં આવી જ હોય તેવી બાળકી જ્યારે કોઈ મુશ્કેલીમાં મુકાય છે ત્યારે કોઈનું પણ હ્રદય વલોવાઈ છે. આવી જ ઘટના સુરેન્દ્રનગરમાં રહેતી 27 દિવસની કોરોનાગ્રસ્ત નવજાત બાળકી લક્ષ્મી સાથે બની. કોરોનાગ્રસ્ત હોવાની સાથે કિડની પર સોજો હતો અને તેનું સુ ગર લેવલ ડાઉન હતું છતાં રાજકોટ સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગના તબીબોની સારવારથી તેણે કોરોના સામે જીત મેળવી છે.

જન્મ સમયે લક્ષ્મી સોજા, તાવ અને યુરીનની સમસ્યાથી પીડિત
આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીક વિભાગમાં કાર્યરત ડો. ચેતન ભલગામિયા જણાવે છે કે, સામાન્ય રીતે બાળકના જન્મ સમયના રૂદનને “ફર્સ્ટ ક્રાય” કહેવામાં આવે છે. જો બાળક “ફર્સ્ટ ક્રાય” ન કરે તો તે એક ગંભીર બાબત કહેવાય છે. લક્ષ્મીનો જન્મ સુરેન્દ્રનગર સિવિલ ખાતે તા. 10-05-2021ના રોજ થયો હતો. જન્મ સમયે રડી ન હોવાથી તેને સિવીલમાં દાખલ કરાઈ હતી. જ્યાં તેને 9 દિવસ સારવાર હેઠળ રાખવામાં આવી હતી. 10 દિવસ પછી તા.28-05-2021ના રોજ તેના શરીર પર સોજા, તાવ અને યુરીનની સમસ્યા થતા સુરેન્દ્રનગર સિવિલ ખાતે દાખલ કરાઇ હતી. રીપોર્ટમાં બાળકીની કિડની પર સોજો હતો તથા સિરમ ક્રીએટીન લેવલ 4.03 ટકા જેટલુ હતું તેથી બાળકને રાજકોટ સિવિલ ખાતે રીફર કરવામાં આવી.

ઈન્સ્યુલીન આપ્યા બાદ તેનું સુગર લેવલ ઘટ્યું
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, લક્ષ્મીની સત્વરે સારવાર શરૂ કરવામાં આવી. બાળકીને શ્વાસોચ્છવાસની તકલીફ હોવાથી તેનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો, જે પોઝીટીવ આવ્યો હતો. જેનું ડી-ડાઈમર 1051 જેટલુ હતું તથા સુગર લેવલ 657 જેટલું હતું. તેથી તેને હાઈફ્લો નોઝલ કેન્યુલા પર રાખવામાં આવી હતી. સારવાર દરમ્યાન ઈન્સ્યુલીન આપ્યા બાદ તેનું સુગર લેવલ ઘટવા લાગ્યું હતું.

યુરીનની સમસ્યામાંથી છુટકારો થયો
કિડની પરનો સોજો ઘટ્યો તથા સોડીયમનું લેવલ નોર્મલ થયું અને યુરીનની સમસ્યામાંથી છુટકારો થયો. તેને અપાયેલી હાઈફ્લો નોઝલ કેન્યુલા પરથી હટાવીને લક્ષ્મીને તેની માતાને સોંપવામાં આવી. તેને બ્રેસ્ટ ફિડીંગ આપવાથી તેની તબિયતમાં વધારે સુધારો થવા લાગ્યો. સાત દિવસની સારવાર બાદ લક્ષ્મી સંપૂર્ણ સ્વસ્થ થઈ, તેનો કોરોનાનો રિપોર્ટ નેગેટીવ આવતા તેને રજા આપવામાં આવી હતી

191 જેટલા કોરોના સંક્રમિત બાળકો સારવાર મળી
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ સિવીલના પીડીયાટ્રીક વિભાગમાં અત્યાર સુધીમાં કુલ 191 જેટલા કોરોના સંક્રમિત બાળકોને સારવાર આપવામાં આવી છે. જેમાં પ્રથમ લહેરમાં 128 જેટલા બાળકો તથા બીજી લહેરમાં 63 જેટલા બાળકોને સારવાર આપવામાં આવી છે. આ ઉપરાંત, 12 જેટલા બાળકોને MSID- Multi system inflammatory disorder ની સારવાર આપવામાં આવી છે.