મુવી અને સિરિયલોની બહુ મોટી અસર વ્યક્તિની રહેણીકરણી અને તેના જીવન જીવવાની શૈલી પર અને તેની માનસિકતા પર પણ જોવા મળતી હોય છે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે કોઈ વેબસિરીઝ કે પછી કોઈ મુવીને પ્રેરિત થઈને ઘણા ગુનાઓ પણ લોકો આચરે છે.
એ વિશેનો એક સરવે મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓએ કર્યો હતો. જેમાં જાણવા મળ્યું કે, 26.8% લોકોને ક્રાઈમ આધારિત, 26.8%ને રોમેન્ટિક, 24.7%ને પ્રેમ પર આધારિત અને 21.6% ને ફેમિલી ડ્રામા પસંદ છે. 80.4% લોકોએ જણાવ્યું કે, ક્રાઈમને લગતી સિરિયલો અથવા પિક્ચરોને જોઇને ક્રાઈમ કરતા શીખે છે. 59 ટકા લોકોએ કહ્યું કે, તેઓને હિંસાત્મક દૃશ્યોવાળા મુવી કે સિરિયલો જોવી ગમે છે.
ક્રાઈમ પ્રકારના મુવી જોઇને તમે ક્યારેય પણ તેમાંથી કોઈ બાબત શીખીને ઉપયોગ કર્યો છે? જેમાં 49.56% લોકોએ હા જણાવી. મુવીમાંથી લોકો સારી બાબતો કરતા નિષેધક બાબતો વધારે ગ્રહણ કરી લે છે? જેમાં 83.50% લોકોએ હા જણાવી હતી.
મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા 720 લોકો પર સરવે કરવામાં આવ્યો હતો. જેમાં મુવીની માનસિકતા પર શું અસર થાય તે વિશે જાણવાનો મુખ્ય હેતુ હતો. સરવેની માહિતી એ ગૂગલ ફોર્મ અને મુલાકાત પદ્ધતિ દ્વારા લેવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.