એનાલિસિસ:રાજ્યમાં છેલ્લા 1 વર્ષમાં 26073 ગર્ભપાત જેમાંથી 22 મહિલાનાં મોત

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાજ્યમાં મેડિકલ ટર્મિનેશન કરતાં પણ વધુ થઇ રહ્યા છે ગર્ભપાત, આ કારણે થતાં મોતનો આંક વધ્યો

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આરસીએચ ડેટા બહાર પાડે છે જેમાં રાજ્યોના આરોગ્ય વિભાગે સમયાંતરે ડેટા અપડેટ કરવાનો રહે છે ત્યારબાદ વર્ષ મુજબ ડેટા અલગ પડાય છે. આવા છેલ્લા 10 વર્ષના ડેટાનો અભ્યાસ અને વિશ્લેષણ કરતા બહાર આવ્યું છે કે, ગુજરાતમાં મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી(એમટીપી) એટલે દવાખાને કરાતા ગર્ભપાત કરતા અચાનક અથવા તો અલગ અલગ તરકીબોથી કરેલા ગર્ભપાતની સંખ્યા વધુ છે. આ એક જોખમી પ્રક્રિયા છે તેને કારણે મહિલાઓ મોતને પણ ભેટે છે. ગત વર્ષે 12433 એમટીપી થયા હતા તેની સામે 26073 ગર્ભપાત નોંધાયા છે અને ગર્ભપાતને કારણે 22 મોત થયા છે. છેલ્લા 10 વર્ષમાં આ સૌથી ઊંચો આંક બન્યો છે આટલો જ આંક 2017માં નોંધાયો હતો.

પ્રસૂતાઓનાં મોતના કારણમાં પ્રસૂતિ સમયે થતો વધુ રક્તસ્ત્રાવ હોવાનું વિશ્લેષણમાં દેખાયું છે. ગત વર્ષે આવી 134 પ્રસૂતા મોતને ભેટી હતી. આ ઉપરાંત હાઈપર ટેન્શન, દુખાવો સહન ન કરી શકતાં મોત, તાવ પણ કારણો છે. જો કે છેલ્લા 5 વર્ષમાં ‘અજાણ્યા કારણો’થી મોત વધી રહ્યા છે. બાળકોના જન્મમાં પણ ઘણા ગંભીર આંક જોવા મળ્યા છે.

બાળકોના જન્મની વિગત

વર્ષમેલ જન્મફીમેલ જન્મકુલ જન્મરેશિયોમૃત જન્મ24 કલાકમાં મોત
2009-105561705025941058764903.6697202364622
2010-116249745585641183538893.7396164602451
2011-126296395601671189806889.6638177073109
2012-136296305612651190895891.4204179741730
2013-146057975450131150810899.662819127235
2014-156124965519901164486901.21417053299
2015-166509905905951241585907.225915945372
2016-176255105694071194917910.308414702334
2017-186581025986091256711909.5991135345064
2018-195931925444441137636917.8209121863780
2019-205989665491491148115916.8283122562926
કુલ6785466613179712917263903.666317718024922

ગર્ભપાત અને એમટીપી

વર્ષગર્ભપાતMTP
2009-102418012343
2010-11257169016
2011-123475211459
2012-133197211064
2013-143436217868
2014-153204422712
2015-162953520189
2016-172820411194
2017-182851713874
2018-192742314460
2019-202607312433
કુલ322778156612

પ્રસૂતિ દરમિયાન મહિલાઓનાં મોત

વર્ષરક્તસ્ત્રાવતાવગર્ભપાતદુખાવોહાઇપર ટેન્શનઅન્ય કારણ
2009-1015032161956306
2010-1111432213250515
2011-1216133155658474
2012-13972383345433
2013-1448115923265
2014-156845735341
2015-16731641740357
2016-17782151250358
2017-18165322214101642
2018-1911445111898633
2019-2013436221075653
કુલ12022531342276314977
અન્ય સમાચારો પણ છે...